________________
સુગુરુ વંદન સૂત્ર
ક્રોધને આધીન થઈને ગુરુભગવંત સાથે અનુચિત વર્તન કરવું, તેમનાં હિતકારી વચનોને સાંભળી આવેશમાં આવી જવું, અકળાઈને ઊંચા સ્વરે બોલવું, મારામારી સુધી આવી જવું વગેરે કોઈપણ પ્રવૃત્તિ થવી તે ક્રોધથી થયેલ ગુરુની આશાતના છે.
૧૧૫
અભિમાનપૂર્વક, પોતે ગુરુ કરતાં વધારે જાણે છે તેવું બતાવવાની ઈચ્છા, ગુરુ પાસેથી માનની અપેક્ષા, ગુરુ દ્વારા માન ન મળતાં ગુરુ માટે ગમે તેમ વિચારવું કે બોલવું, ગોષ્ઠામાહિલ આદિની જેમ માનને આધીન થઈને ગુરુની વાતનો સ્વીકાર ન કરવો તે માનથી થયેલી ગુરુની આશાતના છે.
ગુરુની સાથે છળકપટભર્યું વર્તન ક૨વું, હૃદયમાં ન હોય તેવો ભાવ ગુરુ સમક્ષ ૨જૂ ક૨વો, પોતાની ઈચ્છા પૂરી કરવા વિનયરત્ન સાધુની જેમ બહારથી વિનયીનમ્ર હોવાનો દેખાવ કરી, અંદરથી ગુરુ પ્રત્યે વૈરભાવ રાખવો, તેમને પરેશાન ક૨વાની વિચારણા કરવી, આવીં કોઈપણ પ્રવૃત્તિ કરવી તે માયાથી થયેલી ગુરુની આશાતના છે.
ભણવા વગેરેના લોભથી ગુરુ જે કાર્ય બતાવે તે ન કરવું અથવા જેમ-તેમ કરી મૂકી દેવું, ગુરુ મને ભણાવે કે સારા આહાર, વસ્ત્ર આદિ આપે એવા લોભથી ગુરુની સેવા કરવી, ગુરુએ આપેલાં પોતાનાં ઉપકરણો વગેરે કોઈને ન આપવાં પડે માટે સંતાડીને રાખવાં, આવી કોઈપણ પ્રવૃત્તિ થવી તે લોભથી થયેલી ગુરુની આશાતના છે.
આ પદો બોલતાં દિવસ દરમ્યાન કષાયને આધીન થઈ ગુરુ સંબંધી સૂક્ષ્મ યા બાદર જે કોઈ અશુભ વાણી, વર્તન કે વિચાર થયા હોય તેને સ્મરણમાં લાવવા જોઈએ. ‘મેં આ ખૂબ ખોટું કર્યું છે’ તેમ વિચારી તીવ્ર પશ્ચાત્તાપના ભાવપૂર્વક તેની ક્ષમા માંગવી જોઈએ.
સવ્વાહિઞાત્ - સર્વ કાળ સંબંધી (ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાનકાળમાં થયેલી આશાતનાથી મેં કોઈ પણ અતિચાર સેવ્યા હોય તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.)
આ ભવમાં કે પૂર્વના ભવોમાં ગુરુ પ્રત્યે અશ્રદ્ધા કરી હોય, અવિનય કર્યો હોય કે મન-વચન-કાયાથી કોઈ આશાતના કરી હોય તે ભૂતકાળ સંબંધી ગુરુની આશાતના છે. ગુરુ તરફથી અસંતોષ થતાં, ‘અવસરે ગુરુને સંભળાવી દઈશ, તેમનું કાંઈક અનિષ્ટ કરીશ’ - આવું વિચારવું કે બોલવું તે ભવિષ્ય સંબંધી ગુરુની આશાતના છે. વળી, વર્તમાનમાં ગુરુની ભક્તિ, વિનય, વૈયાવચ્ચ ન કરવાં, ગુરુ