________________
૧૧૪
સૂત્રસંવેદના-૩
હકીકતમાં સદ્ગુરુ ભગવંતોને ક્યારેય કોઈના પ્રત્યે પક્ષપાત હોતો નથી. તેઓ તો માત્ર ગુણના રાગી હોય છે અને દોષના દ્વેષી હોય છે. દોષવાન વ્યક્તિ પ્રત્યે તેમને દ્વેષ નથી હોતો, પરંતુ તેઓ પ્રત્યે તેમને માત્ર કરુણાબુદ્ધિ હોય છે. કરુણાબુદ્ધિથી જ તેને સુધારવા તેઓ યત્ન કરતા હોય છે. આવા પ્રસંગે ચોયણા કરતાં તેમને ક્યારેક કડવા શબ્દો બોલવા પડે છે, બહારથી આવેશ પણ બતાવવો પડે છે; પરંતુ અંદરથી તો તેઓ શાંત, પ્રશાંત અને નિષ્પક્ષ જ હોય છે. આવા કરુણાસાગર ગુરુભગવંત વિષયક કોઈપણ અવાસ્તવિક વિચારણા કરવી એ ગુરુની મિથ્યાભાવરૂપ આશાતના છે. જાણે-અજાણે આવા મિથ્યાભાવથી દિવસ દરમ્યાન કોઈ આશાતના થઈ હોય તો આ પદ દ્વારા તેની નિંદા કરવાની છે.
મ-કુંદડા, વય-કુંદરોડા, છાય-કુંદરોડાણ - મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય અને કાયા સંબંધી દુષ્કૃત્યરૂપ (આશાતના વડે મને જે કોઈ અતિચાર લાગ્યો હોય, તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.)
“ગુરુભગવંત તો પક્ષપાતી છે, પોતાની સેવા કરે તે જ તેમને સારા લાગે છે, પેલા શિષ્યને ભણાવે મને ભણાવતા નથી, બીજાને સમય આપે છે મારે માટે તો તેમની પાસે સમય જ નથી” - આ પ્રકારે કષાયને આધીન થઈને ગુરુ માટે અનુચિત વિચારણાઓ કરવી તે મન સંબંધી દુષ્કૃત્યો છે.
ગુરુભગવંત સાથે વિનયપૂર્વક વાતચીત ન કરવી, પુછાતા પ્રશ્નનો તેમને સંતોષ થાય તેવો જવાબ ન આપવો, તેમની સામે ઊંચા અવાજે બોલવું વગેરે વાણી સંબંધી દુષ્કૃત્યો છે.
પોતાનાં મલિન વસ્ત્રો કે ગાત્રનો ગુરુના શરીરને સ્પર્શ થાય તેમ ચાલવું, તે રીતે બેસવું, ગુરુના આસનને પગ લગાવવો, આવેશમાં આવી ગુરુ સાથે ટપાટપી કરવી, વંદનાદિ ક્રિયા વિના ગુરુના શરીરનો લાગણીવશ સ્પર્શ કરવો કે તેમને સ્પર્શ કરીને બેસવું-ઊઠવું વગેરે સર્વ ક્રિયાઓ કાયા સંબંધી દુષ્કૃત્યો છે.
આ પદો બોલતાં મન-વચન-કાયાનાં દુષ્કૃત્યોને યાદ કરી, તેના પ્રત્યે જુગુપ્સાભાવ પેદા કરી, તેની નિંદા, ગહ કરવાની છે અને પુનઃ તેવી ભૂલ ન થાય તેવો સંકલ્પ કરવાનો છે.
વહાણ, માછણ, માયા, હોમાઈ - ક્રોધંથી-માનથી-માયાથી-લોભથી (જે કોઈ આશાતના કરી હોય તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.)