________________
સુગુરુ વંદન સૂત્ર
છતાં, પ્રમાદ કે નિર્વિચારકતાના કારણે મળેલી સારી વસ્તુથી ગુણવાન ગુરુની ભક્તિ ક૨વાને બદલે તે ચીજનો ઉપયોગ પોતે કર્યો હોય તો તે ગુરુભગવંતની દ્રવ્યવિષયક આશાતના છે..
૧૧૩
ગુરુના કાર્યમાં વિઘ્નરૂપ ન બનાય અથવા કોઈપણ રીતે ગુરુની આશાતના ન થાય, તે માટે ગુણવાન સાધકો કારણ વિના ગુરુની ખૂબ નજીક બેસતા, ઊઠતા કે ચાલતા નથી. આમ છતાં પ્રમાદ કે અજ્ઞાન આદિથી નજીક જવા રૂપે આશાતના થઈ હોય તો તે ગુરુભગવંતની ક્ષેત્રવિષયક આશાતના છે.
ગુણવાન ગુરુભગવંત જ્યારે બોલાવે કે કોઈ પ્રશ્ન પૂછે અથવા તો કોઈ કાર્ય ચીંધે ત્યારે શિષ્યે વિનયપૂર્વક વિના વિલંબે પ્રત્યુત્તર આપવો જોઈએ, તેમ જ ચીંધેલ કાર્ય તરત જ કરવું જોઈએ; પરંતુ પ્રત્યુત્તર આપવામાં કે કાર્ય ક૨વામાં ક્યારેક વિલંબ થયો હોય તો તે ગુરુભગવંતની કાળવિષયક આશાતના છે.
ગુણના સાગર ગુરુભગવંત પ્રત્યે અશ્રદ્ધા કે અનાદરના પરિણામપૂર્વક મનવચન અને કાયાથી કોઈ પણ પ્રકારનું અનુચિત વર્તન થયું હોય તો તે ગુરુભગવંત પ્રત્યેની ભાવવિષયક આશાતના છે.
આ પદો બોલતાં શિષ્યના હૃદયમાં એવો ભાવ હોવો જોઈએ કે “ગુણવાન ગુરુભગવંતની મારા હાથે કોઈ પણ પ્રકારની આશાતના ન જ થવી જોઈએ. આમ છતાં પ્રમાદાદિ કોઈ દોષથી જો કોઈ આશાતના થઈ હોય તો તેવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે હું ગુરુભગવંત પાસે ક્ષમા માંગું છું” આ રીતે તેત્રીશ આશાતનામાંથી જે જે આશાતના થઈ હોય, તેને યાદ કરીને દુઃખાર્દ્ર હૃદયે, વિનમ્રભાવે ગુરુભગવંત પાસે ક્ષમા માંગવાની છે.
તેત્રીશ આશાતનારૂપ અતિચાર બતાવ્યા પછી, હવે અન્ય અતિચારો દર્શાવતાં કહે છે .
-
–
નં હ્રિવિ મિચ્છા - જે કાંઈ મિથ્યાભાવ વડે (મેં જે કોઈ અતિચાર કર્યો હોય તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.)
મિથ્યાભાવ એટલે ખોટો ભાવ. ગુરુએ જે ભાવમાં કહ્યું હોય તેનાથી ઊલટું સમજવું. ગુરુએ હિત માટે કરેલી સૂચનાના સંદર્ભમાં પણ એવા વિચારો કરવા કે બધા જ આવી ભૂલો કરે છે તોપણ ગુરુભગવંત મને જ કહે છે, બીજાને કાંઈ કહેતા નથી. તેમને મારા પ્રત્યે દ્વેષભાવ છે અને બીજા પ્રત્યે લાગણી છે. આવા અવળા વિચારો મિથ્યાભાવરૂપ હોઈ ગુરુની આશાતના છે;