________________
સૂત્રસંવેદના-૩
જોઈએ, જેથી તેમનામાં રહેલા ગુણોની અનુમોદના થાય અને સાધનામાં સહાયક એવી તે સામગ્રી દ્વારા ગુરુભગવંત પણ પોતાના સંયમાદિની વૃદ્ધિ કરી શકે. આમ
૧૧૨
(૨) કારણ વિના ગુરુની લગોલગ બાજુમાં ચાલવું.
(૩) કારણ વિના ગુરુની પાછળ તદ્દન નજીક ચાલવું. (૪) કારણ વગર ગુરુની આગળ જ ઊભા રહેવું. (૫) કારણ વગર ગુરુની બાજુમાં લગોલગ ઊભા રહેવું. (૬) કારણ વગર ગુરુની પાછળ તદ્દન નજીક ઊભા રહેવું. . (૭) કારણ વગર ગુરુની આગળ બેસવું.
(૮) કારણ વગર ગુરુની તદ્દન બાજુમાં બેસવું.
(૯) કારણ વગર ગુરુની પાછળ નજીક બેસવું.
(૧૦) ગુરુની પહેલાં સ્થંડિલ-ભૂમિથી પાછા ફરવું.
(૧૧) ગુરુ કોઈ સાથે વાતચીત કરે તે પહેલાં પોતે વાતચીત કરવી. (૧૨) ગુરુ સાથે જ બહારથી આવવા છતાં પહેલાં ‘ઈરિયાવહીય’ કરવા. (૧૩) ગોચરી બીજા પાસે આલોચ્યા પછી ગુરુ પાસે આલોચવી. (૧૪) ગોચરી બીજાને બતાવીને પછી ગુરુને બતાવવી. (૧૫) ગુરુની રજા વિના ગોચરી કોઈને આપવી.
(૧૬) પ્રથમ બીજાને નિમંત્રણ આપી પછી ગુરુને નિયંત્રણ દેવું.
(૧૭) ગુરુને જે-તે આપી દઈ સારું સારું પોતે લઈ લેવું.
(૧૮) ગુરુ રાત્રે ‘કોઈ જાગે છે ?' એવો પ્રશ્ન પૂછે, ત્યારે જાગવા છતાં જવાબ ન આપવો.
(૧૯) રાત્રિ સિવાયના સમયમાં પણ જવાબ ન આપવો.
(૨૦) ગુરુ મહારાજ બોલાવે તો આસન પર બેઠાં બેડ્રાં કે શયનમાં સૂતાં સૂતાં જવાબ આપવો.
(૨૧) ગુરુ બોલાવે તો ‘શું છે ?’ એમ બોલવું.
(૨૨) ગુરુને તુંકારાથી બોલાવવા.
(૨૩) ‘તમેય આળસુ છો' એમ કહી તેમણે કહેલું કામ ન કરવું.
(૨૪) ઘણા ઊંચા અને કર્કશ સ્વ૨થી વંદન કરવું.
(૨૫) ગુરુ વાતચીત કરતા હોય કે ઉપદેશ આપતા હોય ત્યારે, વચ્ચે ડહાપણ ડહોળવું કે ‘આ આમ છે, તેમ છે,’ વગેરે.
(૨૬) ‘તમને પાપ નથી લાગતું ? - વાત એમ નથી’ વગેરે બોલવું.
(૨૭) ગુરુવાક્યની પ્રશંસા ન કરવી.
(૨૮) ગુરુ ધર્મકથા કરતા હોય તે વેળા ‘હવે મૂકો એ વાત ! ભિક્ષાવેળા, સૂત્રપોરિસીવેળા કે આહા૨વેળા થઈ છે,’ વગેરે બોલવું.
(૨૯) ગુરુ વાત કરતા હોય ત્યારે વચ્ચે બોલવું, ગુરુની વાત તોડી નાંખવી.
(૩૦) ગુરુ સામે સમાન આસને, સરખા આસને કે ઊંચા આસને બેસવું.
(૩૧) પોતે વિશેષ ધર્મકથા કહેવી.
(૩૨) ગુરુના આસનને પગ લગાડવો અથવા ભૂલથી લાગી જાય તો ખમાવવું નહિ. (૩૩) ગુરુની શય્યા કે આસન પર બેસવું.
- ગુરુવંદન ભાષ્યા ગા. ૩૫-૩૬-૩૭