________________
સુગુરુવંદન સૂત્ર
૧૧૧
પ્રત્યે કષાયકૃત અનુચિત વર્તન ગુરુ માટે પણ કર્મબંધનું નિમિત્ત બને છે. આથી આવી કોઈપણ ભૂલ થઈ હોય તો પુનઃ આવી ભૂલ ન થાય તેવા ભાવપૂર્વક ગુરુ પણ આ શબ્દો દ્વારા ક્ષમા માંગે તે યોગ્ય જ છે, અને આ તેમની મહાનતા પણ સૂચવે છે.
ત્યારપછી સામાન્યથી ખમાવતાં શિષ્ય કહે છે : સાવસિંચાઈ પરિમામિ - આવશ્યકી સંબંધી હું પ્રતિક્રમણ કરું છું. દિવસ દરમ્યાન અવશ્ય કરવા યોગ્ય ચરણ-કરણના જે યોગો છે, તેને આવશ્યકી કહેવાય છે. તે સર્વે ગુરુને આધીન બનીને અપ્રમત્તભાવે કરવાના છે; પરંતુ પ્રમાદાદિ દોષોને કારણે તે કર્તવ્યો ગુરુએ બતાવેલી રીતે ન કર્યા હોય, ગુરુએ કહ્યું તેમ બાહ્ય રીતે કર્યું હોય, પરંતુ તે કાર્યનું જોડાણ આત્મિક ભાવો સાથે ન કર્યું હોય, મન, વચન અને કાયાના યોગોનું લક્ષ્ય સાથે જોડાણ થાય તે રીતે તેમને પ્રવર્તાવ્યા ન હોય, તો તે સર્વ આવશ્યકી સંબંધી અપરાધો છે. તે સર્વ અપરાધોનું હે ભગવંત ! હું પ્રતિક્રમણ કરું છું અર્થાત્ પુનઃ તે અપરાધ ન થાય તે રીતે હું તેનાથી પાછો વળું છું.
સામાન્યથી સર્વ અપરાધોની ક્ષમાપના કર્યા બાદ હવે વિશેષ ક્ષમાપના કરવા માટે શિષ્ય કહે છે –
ઘમાસમાં રેવસિયા, સાસાયUIણ તિત્તિરાણ - દિવસ દરમ્યાન આપ ક્ષમાશ્રમણની તેત્રીશમાંથી કોઈ પણ આશાતના થઈ હોય, (તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું,
ગુરુવંદનભાષ્યાદિ ગ્રંથોમાં ગુરુ સંબંધી તેત્રીશ આશાતનાઓ બતાવવામાં આવી છે. આ તેત્રીશ આશાતનાઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ચાર પ્રકારમાં વિભાજિત કરી શકાય.
સુયોગ્ય શિષ્ય સંયમસાધનાને અનુકૂળ કોઈ પણ ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે તેના દ્વારા જ્ઞાનાદિ ગુણ-પર્યાયમાં અધિક એવા ગુરુભગવંતની ભક્તિ કરવી 5. “અનામિ ને મિટિં' - આ શબ્દો દ્વારા શિષ્ય ગુરુના મિત અવગ્રહમાં પ્રવેશ કરવાની
અનુજ્ઞા માંગી હતી અને નિરીદિ કહી અવગ્રહમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અવગ્રહમાંથી બહાર નીકળતાં માવદિ સામાચારીનું પાલન કરવા માટે માસિગાણ શબ્દ બોલી તે અવગ્રહમાંથી બહાર નીકળે છે. બીજીવાર જ્યારે વંદન કરાય છે ત્યારે અવગ્રહમાં રહીને જ
આલોચનાદિ કાર્યો કરવાના હોવાથી આવેસિગાઈ શબ્દનો પ્રયોગ કરવાની જરૂર રહેતી નથી. 6. તેત્રીશ આશાતનાની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે –
(૧) કારણ વિના ગુરુની લગોલગ આગળ ચાલવું.