________________
સૂત્રસંવેદના-૩
સ્વામેમિ ઘમાસમળો ! દેવસિઝ વામ - હે ક્ષમાશ્રમણ ! દિવસ દરમ્યાન થયેલા વ્યતિક્રમ=અપરાધોની હું ક્ષમા માંગુ છું.
૧૧૦
શિષ્ય ગુરુને કહે છે કે - “હે ભગવંત ! આજના દિવસ દરમ્યાન વિનય, વૈયાવચ્ચ આદિ કોઈપણ કાર્ય કરતાં અનાભોગથી, સહસાત્કા૨થી કે કષાયાદિ દોષોને આધીન થઈને આપના પ્રત્યે મારો કોઈપણ અવિનય, અપરાધ થયો હોય તો તેની હું ક્ષમા યાચું છું.” કયા કયા અપરાધો હોઈ શકે છે, તેની સ્પષ્ટતા આગળ સૂત્રકાર સ્વયં જ કરવાના છે.
આ પદ બોલતી વખતે ગુણવાન ગુરુ પ્રત્યે થયેલ અપરાધનું સ્મરણ અને આવા અપરાધો પુનઃ પુનઃ ન થાય તેવા પ્રયત્ન સાથે ગુરુભગવંત પાસે ક્ષમાપના કરવી જોઈએ, તો જ પ્રમાદાદિ દોષોથી થતા અપરાધો અઢકી શકે, પરંતુ ઉપયોગશૂન્યતાથી આ પદો બોલવામાં આવે તો કોઈ અર્થ સરે નહીં.
શિષ્યના આ શબ્દો સાંભળી ગુરુ કહે
[અન્નનવિ હ્રામેમિ તુમ] – હું પણ તને ખમાવું છું.
શિષ્યના હિત માટે ગુરુ પણ જ્યારે સારણા, વારણા, ચોયણા કે પડિચોયણા કરે છે, ત્યારે કોઈવાર પોતાની અસહિષ્ણુતાના કારણે કષાયને આધીન થવાયું હોય અથવા તો પોતાને સમર્પિત શિષ્યની હિતચિંતા કરવી એ ગુરુનું કર્તવ્ય છે, આમ છતાં પ્રમાદાદિ દોષોના કારણે શિષ્યના હિતની ઉપેક્ષા થઈ હોય તો આ શબ્દો દ્વારા ગુરુ પણ શિષ્ય પાસે ક્ષમાયાચના કરે છે.
જિજ્ઞાસા : ગુરુ પ્રત્યે થયેલા અપરાધોની શિષ્ય ક્ષમા માંગે તે તો બરાબર છે, પરંતુ ગુરુ શિષ્ય પાસે ક્ષમા માંગે એ શું યોગ્ય છે ?
તૃપ્તિ : જૈનશાસન અત્યંત વિવેકપ્રધાન છે અને સૂક્ષ્મ ભાવોને જોનાર છે. કોઈના પણ અશુભ ભાવો અહિત કરનારા જ હોય છે, પછી તે ગુરુના હોય કે શિષ્યના. આથી જે શિષ્યની જવાબદારી ગુરુએ સ્વીકારી હોય, તેના હિતની ઉપેક્ષા કે તેના
4
૧. શિષ્યને કર્તવ્યનું સ્મરણ કરાવવું તે સારણા છે.
૨. શિષ્યને કોમળ શબ્દ દ્વારા અકર્તવ્યથી અટકાવવો તે વાયણા છે.
૩. કોમળ શબ્દોથી સારણા-વાયણા કરવા છતાં પરિણામ ન આવે ત્યારે કઠોર શબ્દોથી સારણા-વાયણા કરવી તે ચોયણા છે.
૪. કઠોર શબ્દોથી સારણા-વાયણા કરવા છતાં પરિણામ ન આવે ત્યારે તર્જન-તાડન આદિ દ્વારા સારણા-વાયણા કરવી તે પડિચોયણા છે.