________________
સુગુરુ વંદન સૂત્ર
૧૦૯ તૃપ્તિઃ ગુરુ સંબંધી અનેક કાર્યોમાં તપ અને સંયમરૂપ કાર્યનું વિશેષ પ્રાધાન્ય છે, માટે ગત્તા મે’ શબ્દથી સંયમયાત્રા સંબંધી અલગ પૃચ્છા કરવામાં આવી છે. વળી, આત્માભિમુખ બનેલા ગુરુભગવંતોને ઇન્દ્રિયો અને મનના રોગો સાધનામાં બાધક નથી બનતા, રોગાદિ પ્રતિકૂળતામાં પણ તેઓ તો મસ્તીથી પોતાની સાધના કરતા હોય છે, પરંતુ ગુરુ પ્રત્યેની ભક્તિવાળા સાધકને એવી સતત ભાવના રહે છે કે મારા ગુરુભગવંતની ઇન્દ્રિયો અને મન અનુકૂળ હશે, રોગાદિ પીડાથી રહિત હશે, તો તે ઉત્તમ સાધના કરી શકશે. આથી “નવનિ ' શબ્દ દ્વારા તે મન અને ઇન્દ્રિય સંબંધી અલગ પૃચ્છા કરે છે. આ શબ્દો પણ પ્રથમનાં બે પદોની જેમ વિશિષ્ટ રીતે બોલાય છે. તે આ રીતે –
- અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાને સ્પર્શ કરતાં, a - સ્વરિત સ્વરે, લલાટ તરફ મધ્યમાં આવતાં હાથ સવળા કરીને, બિન્ - ઉદાત્ત સ્વરે, લલાટે સ્પર્શ કરતાં, i - અનુદાત્ત સ્વરે, ચરણ-સ્થાપનાનો સ્પર્શ કરતાં, ૪ - સ્વરિત સ્વરે, લલાટ તરફ મધ્યમાં આવતાં હાથ સવળા કરીને, મે - ઉદાત્ત સ્વરે, લલાટે સ્પર્શ કરતાં, , ,
અહીં વંદનના બીજા ત્રણ આવર્ત નિષ્પન્ન થાય છે. આમ કુલ બે વંદનના બાર આવર્ત થાય છે. થાપનાપુચ્છસ્થાનનાં આ પદો ઉચ્ચારતાં અને સાંભળતાં શિષ્ય વિચારે કે, “ક્યાં મારી અનિયંત્રિત ઈન્દ્રિયો અને મન અને ક્યાં મારા ગુરુભગવંતનાં સદા ઉપશમભાવમાં ઝીલતાં મન અને ઇન્દ્રિયો ! આવા ગુરુભગવંતને નમસ્કાર કરી અંતરની એક અભિલાષા છે કે હું પણ કષાયોનો ઉપશમ કરવા સક્ષમ બનું અને તેમની કૃપાને પામી અનાદિકાળથી વિષયોમાં આસક્ત બનેલી મારી ઈન્દ્રિયોને પણ સંયમિત બનાવું.”
. અપરાધક્ષમાપના સ્થાન :
આ રીતે સંયમાદિવિષયક પૃચ્છા કર્યા બાદ, ગુણવાન ગુરુની આશાતના ભવભ્રમણ વધારનાર હોઈ, ભવભીરુ શિષ્ય પોતાના અપરાધની ક્ષમાપના કરવા કહે છે -