________________
સૂત્રસંવેદના-૩
નળનું ૫ મે ?- હે ભગવંત ! આપનું મન અને ઇન્દ્રિયો ઉપશમ આદિ પ્રકાર વડે સંયમિત વર્તે છે ?
૧૦૮
મન અને ઇન્દ્રિયો એ સાધનાનું એક અંગ છે. તે સારાં હોય તો મોક્ષની સાધના સારી રીતે થઈ શકે છે અને રોગાદિના કારણે કે અન્ય કોઈ કારણે તેમાં ઉપદ્રવ આવે તો સાધનામાં શિથિલતા આવે છે, તપ-સંયમાદિની ક્રિયા કથળે છે અને આત્માના આનંદમાં ઓટ આવે છે.
સતત સંયમની સાધના કરતા ગુરુભગવંતનાં મન તથા ઇન્દ્રિયો પ્રાયઃ તો સંયમિત હોય છે, તેથી ઉપશમભાવમાં જ હોય છે; આમ છતાં કોઈ વિશેષ નિમિત્તો મળતાં ક્યારેક છદ્મસ્થ ગુરુભગવંતનું મન પણ ઉદ્વિગ્ન, ઉત્સુક કે આવેશયુક્ત થઈ શકે છે. જ્યારે મન આવું બને ત્યારે તપ અને સંયમની સાધના પણ આત્માનો આનંદ પ્રાપ્ત કરાવી શકતી નથી. આ કારણે ગુરુના સુખની સતત ચિંતા કરતો શિષ્ય પૂછે છે :
“ભગવંત ! આપનાં મન અને ઇન્દ્રિયો રોગરહિતપણે ઉપશમભાવમાં વર્તે છે ? અર્થાત્ મન અને ઇન્દ્રિયો દ્વારા આપની સંયમસાધના સુંદર ચાલે છે ને ?”
વંદનાર્થી સાધકને સંયમાદિ ગુણો પ્રત્યે અત્યંત બહુમાન છે, આથી તે આ રીતે ગુરુના સંયમની ચિંતા કરતાં પ્રશ્નો પૂછીને ગુરુના સંયમસાધક યોગોની અનુમોદના કરે છે, અને તે દ્વારા પોતાના સંયમ આદિ યોગોની વૃદ્ધિ કરે છે. ગુરુ પ્રત્યેનો આ વિનય શિષ્યમાં પણ ઉપશમાદિ ગુણો પ્રગટાવે છે.
આ પ્રશ્નનો જવાબ આપતાં ગુરુ કહે છે
[ä] – ‘હા' એ પ્રમાણે જ છે.
-
‘તું જે પ્રકારે પૂછે છે તે પ્રકારે જ મારું મન અને મારી ઇન્દ્રિયો ઉપશમભાવમાં સ્થિર છે.’ આ સાંભળી શિષ્યને અત્યંત હર્ષ થાય છે, તેનું ચિત્ત પ્રમુદિત થાય છે. આથી તેનામાં તે ગુણપ્રાપ્તિ માટેની શક્તિનો સંચય થાય છે, જે પરંપરાએ તેને અસંગભાવ સુધી પહોંચાડે છે.
જિજ્ઞાસા : ‘વહુસુમેળ મે’ - પદ દ્વારા આપનો દિવસ સુખપૂર્વક પસાર થયો છે ? તેમ પૂછવાથી પછીના બંને પ્રશ્નોના જવાબ આવી જતા હતા, છતાં સંયમયાત્રા અને યાપનિકા વિષયક અલગ પ્રશ્ન પૂછવાનું કારણ શું ?