________________
સુગુરુ વંદન સૂત્ર
૧૦૭
તા' - શબ્દ સ્વરિત સ્વરે બોલાય છે અને ત્યારે ચરણસ્થાપના પરથી ઉઠાવી લીધેલા હાથ મોં તરફ સવળા કરવામાં આવે છે.
“' - શબ્દ ઉદાત્ત સ્વરથી બોલાય છે અને ત્યારે દૃષ્ટિ ગુરુ સમક્ષ રાખી બંને હાથના દસે આંગળાં લલાટે લગાડવામાં આવે છે.
સંયમયાત્રાપૃચ્છા સ્થાનનાં આ પદો બોલતાં અને સાંભળતાં શિષ્ય વિચારે કે,
“કુટુંબ પરિવારની, ખાવા-પીવાની અને પૈસાટકાની ચિંતામાં મેં મારો જન્મારો ફોગટ ગુમાવ્યો. જૈન શાસનની કેવી બલિહારી છે ! ગુરુ-શિષ્યના કેવા સંબંધો છે! અહીં આત્મા કે આત્માના ગુણો સિવાય કોઈને કોઈ ચિંતા જ નથી. આ જ તો સાચી મૈત્રી છે, આ જ ખરી પારિવારિક ભાવના છે. વાસ્તવિક સુખનો આ જ સાચો માર્ગ છે.
મારો મહાન પુણ્યોદય છે કે આવા યોગીઓના કુળમાં મને સ્થાન મળ્યું છે, આવા પરિવારના સભ્ય બનવાનું મને સૌભાગ્ય સાંપડ્યું છે. બસ, આ પરિવારના સભ્ય તરીકે હું પણ આ રીતે અરસ-પરસ સૌના આત્માની ચિંતા કરનારો થાઉં.” ૫. યાપનાપૃચ્છા સ્થાન :
તપ-સંયમની પૃચ્છા થયા બાદ હવે સંયમસાધનામાં ઉપયોગી મન અને ઇન્દ્રિય સંબંધી પૃચ્છા કરતાં શિષ્ય કહે છે :
નીર્ઘરનુદાત્તઃ - ૨ / ૨ / રૂ૦ || ताल्वादिषु स्थानेष्वधोभागे निष्पन्नोऽजनुदात्तसंज्ञः स्यात् । તાલ આદિ ઉચ્ચારણ સ્થાનના નીચેના ભાગમાંથી જે બોલાય તે મનુવા કહેવાય છે. સમાર: સ્વરિત: - ૨ .૨ રૂ उदात्तानुदात्तत्वे वर्णधर्मो समाह्रियेते यस्मिन् सोऽच् स्वरितसंज्ञः स्यात् । તાલ આદિ સ્થાનોના ઉપરના અને નીચેના એમ બંને ભાગોથી જે બોલાય તે સ્વરિત: કહેવાય છે. હાલ તેનો પ્રયોગ વેદમાં જોવા મળે છે. વેદમાં આ સ્વરોનો સંકેત ચિહ્નો દ્વારા કરવામાં આવ્યો છે. ૩૯ત્ત માટે કોઈ ચિહ્ન નથી હોતું, મનુદ્દાત્ત સ્વરની નીચે આડી રેખા તથા સ્વરિત સ્વરની ઉપર ઊભી રેખાનું ચિહ્ન હોય છે. જેમ કે ... ૩૬૪ - 5 / રૂ . 3 વગેરે... અનુદાત્ત - ૩ / રૂ. ૩ | વગેરે.. સ્વરત - મ ફા કા વગેરે.