________________
૧૦૬
સૂત્રસંવેદના-૩
તારનાર સદ્ગુરુ ભગવંત મને મળ્યા છે. તન અને મન દ્વારા તેઓ મારા જેવા અનેક ઉપર ભાવોપકાર કરી રહ્યા છે. હવે મારી ફરજ છે કે મારા શરીરના ભોગે પણ તેમની સુરક્ષા કરવી; કેમ કે તેમના શરીરની સાનુકૂળતામાં અમારા સૌના આત્માની અનુકૂળતા છે. તેમના દ્રવ્યપ્રાણની અબાધામાં અમારા ભાવપ્રાણો અબાધિત છે. તેમનો દિવસ સારો થાય તેમાં જ અમારો દિવસ, ઘડી અને પળ સુધરવાની છે.” ૪. સંયમયાત્રાપૃચ્છા સ્થાન:
દિવસ સંબંધી સુખશાતાની પૃચ્છા કર્યા પછી શિષ્ય ગુરુની સંયમયાત્રા વિષે પૃચ્છા કરે છે :
ગત્તા મે ? - હે ભગવંત! આપની તપ અને સંયમરૂપ યાત્રા (સુખપૂર્વક) વર્તે છે? વિનયની વૃદ્ધિ માટે પુનઃ પુછાયેલો આ પ્રશ્ન સાંભળી ગુરૂભગવંત પણ કહે છે :
['તુમ પિ વટ્ટ] ?મારા તપ-સંયમ તો સુંદર ચાલી રહ્યાં છે, તારા પણ તપસંયમ પ્રગતિના પંથે વર્તે છે ?
આ સાંભળીને શિષ્યને અત્યંત હર્ષ થાય છે. એને થાય છે કે મારી પણ હિતચિંતા કરનારા ગુરુ મારા માથે છે. આમ, અરસ-પરસ તપ-સંયમની પૃચ્છાથી સંયમ પ્રત્યેનો આદરભાવ અત્યંત વૃદ્ધિ પામે છે. પરિણામે ચારિત્રાદિ ગુણપ્રાપ્તિમાં વિદ્ધ કરનારાં કર્મોનો વિનાશ થાય છે, અને પ્રાપ્ત થયેલ ચારિત્રની વૃદ્ધિ થાય છે.
આ પદના ત્રણ અક્ષરો વિશિષ્ટ રીતે બોલાય છે, તે આ રીતે
ગ' - શબ્દ અનુદાત્ત સ્વરથી બોલાય છે, અને ત્યારે બે હાથ વડે રજોહરણ કે ચરવળા ઉપરની ગુરુચરણની સ્થાપનાને સ્પર્શ કરવામાં આવે છે.
3. ડાર - મનુદાત્ત - સ્વરિત - દરેક સ્વરના ડાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ પ્રમાણે ત્રણ ભેદ
હોય છે. પૂર્વકાળમાં ૩૯ત્ત આદિ ત્રણે સ્વરોનો પ્રયોગ લોકમાં પણ કરવામાં આવતો હતો, પરંતુ હાલ આ સ્વરોનો પ્રચાર લોકમાં નષ્ટપ્રાય થઈ ગયો છે. પાણિની વ્યાકરણમાં સ્વરના આ ત્રણે ભેદોની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવેલ છે. સાત્ત: - ૨ / ૨ / ૨૨ T. ताल्वादिषु स्थानेषूखंभागे निष्पन्नोऽजुदात्तसंज्ञः स्यात् । . તાલુ આદિ ઉચ્ચારણ સ્થાનમાં ઉપરના ભાગમાંથી જે સ્વર બોલાય તે કલાત્ત કહેવાય છે. કેટલાક લોકો મોટેથી બોલાય તે સાર એમ માને છે, પરંતુ તે અયોગ્ય છે.