________________
સુગુરુ વંદન સૂત્ર
૧૦૫
૩. અવ્યાબાધાપૃચ્છા સ્થાન
ગુરુવંદન કર્યા પછી ગુરુભગવંતની સુખાકારી જાણવા ઈચ્છતો સાધક તેઓશ્રીની સાધના સંબંધી પૃચ્છા કરે છે :
ધ્વચિંતાdi વસુમેળ બે દિવસો વળતો ? - અલ્પ ફ્લેશવાળા હે ભગવંત! આપનો દિવસ બહુ સુખપૂર્વક પસાર થયો છે ?
ગુરુના સંયમપૂત શરીરનો સ્પર્શ કરવાપૂર્વક ગુરુવંદન કરીને આનંદિત થયેલો શિષ્ય, ગુરુને સુખ-શાતાની પૃચ્છા કરતાં કહે છે : “હે ભગવંત ! આપ રતિઅરતિરૂપી ક્લેશના ભાવોથી તો પર થઈ ગયા છો; કેમ કે બાહ્ય વસ્તુનો ભાવ કે અભાવ આપને અકળાવી શકતો નથી, અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ આપને વ્યગ્ર કરી શકતી નથી, સત્કાર કે સન્માન આપ માટે અહંકારજનક નથી બની શકતા, અપમાન કે તિરસ્કાર આપને દીન-હીન બનાવી શકતાં નથી. આથી આપનું અંતરંગ મન તો પીડામુક્ત હશે જ, પરંતુ કર્માધીન આ કાયામાં પીડાની સંભાવના છે. તેથી આપ પ્રત્યેના સભાવના કારણે પૂછું છું કે આપનો દિવસ સુખપૂર્વક પસાર થયો છે ને ?”
આ સાંભળી ગુરુ ઉત્તર આપતાં કહે છે – તિ]િ - “તું કહે છે તેમ જ છે અર્થાત્ મારો દિવસ સુખપૂર્વક પસાર થયો છે.
ગુરુભગવંત સંયમજીવનની સર્વ ક્રિયા દ્વારા આત્મભાવને વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ કારણે તેઓ ચિત્તથી સ્વસ્થ હોય છે અને આત્મિક આનંદને અનુભવતા હોય છે. આવા ગુરુ શિષ્યને કહે છે - “મારો દિવસ ખૂબ સુખપૂર્વક પસાર થયો છે.” આ શબ્દો સાંભળી શિષ્યને અત્યંત આનંદ થાય છે. આ આનંદ ગુરુના સત્કાર્યની અનુમોદના સ્વરૂપ છે. ગુરુભગવંતના સ્વાથ્ય અંગેની શિષ્યની ચિંતાનો ભાવ, અને “તહત્તિ' રૂપ ગુરુનો પ્રત્યુત્તર સાંભળી પ્રગટેલો આનંદનો ભાવ, આ બન્ને શુભ પરિણામો, ગુણપ્રાપ્તિમાં વિઘ્નકર્તા કર્મોનો નાશ કરવા દ્વારા શિષ્ય માટે ગુણપ્રાપ્તિનું કારણ બને છે.
અવ્યાબાધા-પૃચ્છા-સ્થાનના આ પદો બોલતાં અને સાંભળતાં શિષ્ય વિચારે કે, “જેના સ્વાસ્થની સુરક્ષામાં કાંઈ વળવાનું ન હતું તેવા કુટુંબ-પરિવાર, સ્નેહીસ્વજનોના શરીરની ખોટી ચિંતાઓ કરી મેં મારો કીમતી સમય અને શક્તિઓ વેડફી છે અને ઘણાં કર્મો બાંધ્યાં છે. મારું સદ્ભાગ્ય છે કે આજે સંસારસાગરથી