________________
સૂત્રસંવેદના-૩
સવળા હાથ રાખી, બન્ને હાથની હથેળી ઉપર મસ્તક મૂકી, શીર્ષનમન કરતાં બોલે છે. અહીં પહેલું શિરોનમન થાય છે.
૧૦૪
આ પદ બોલતાં, જેઓના એકે એક આત્મપ્રદેશ ક્ષમાદિ ગુણોથી ભરેલા છે, તેવા ગુરુનાં ચરણનો શિષ્ય સ્પર્શ કરે છે, અને જાણે શરીરમાંથી વીજળી પસાર થતી હોય તેમ પોતાના આત્મામાં કોઈ નવી જ ચેતનાનો સંચાર થતો હોય તેવો અનુભવ કરે છે. વળી ગુરુની સાધનાથી પાવન બનેલી ચેતના જાણે પોતાના આત્માના પ્રત્યેક પ્રદેશને પાવન ન કરી રહી હોય તેવું સંવેદન કરે છે. આ રીતે ગુરુચરણનો સ્પર્શ કરતો શિષ્ય અત્યંત આનંદ વિભોર બની જાય છે. આમ છતાં ગુરુ પ્રત્યે પ્રશસ્ત રાગ હોવાથી તે વિવેક ચૂકતો નથી.
વિવેકપૂર્વક જોડેલા બે હાથ લલાટે લગાડી તે નમ્રતાસભર કહે છે :
ઘર્માળડ્યો મે ! વિજ્ઞામો - અર્થાત્ મેં આપનાં ચરણનો સ્પર્શ કર્યો તેનાથી આપના મનમાં કોઈ ગ્લાનિ થઈ હોય કે શરીરને કોઈ તકલીફ પહોંચી હોય તો મને ક્ષમા કરજો !
ગુરુના તન-મનને લેશ પણ પીડા ન થાય તેવી ભાવના શિષ્યના મનમાં ચોક્કસ હોય છે, છતાં પણ અત્યારે ગુરુની પવિત્ર કાયાનો સ્પર્શ કરવો, શિષ્યને પોતાના શુભભાવની વૃદ્ધિનો ઉપાય લાગી રહ્યો છે. તેથી શિષ્ય સાધનાથી પવિત્ર બનેલી ગુરુની કાયાનો સ્પર્શ તો કરે છે, પરંતુ પોતાના કઠોર હાથના સ્પર્શથી કદાચ ગુરુને ગ્લાનિ થતી હશે, તેનું દુઃખ પણ વિવેકી શિષ્યને થાય છે. તેથી દુઃખાર્દ્ર હૃદયે તે કહે છે - ‘ભગવંત ! મારો આ અપરાધ છે, તે બદલ મને ક્ષમા આપશો.'
કાયિક ખેદના પરિહાર માટે જે શિષ્ય આટલો યત્ન કરતો હોય તે શિષ્ય ગુરુના મનને લેશ પણ ખેદ ન થાય તે માટે ગુર્વાજ્ઞાપાલનમાં કેવો તત્પર રહેતો હોય ! તેનો આછો ખ્યાલ આ પદ દ્વારા આવી શકે છે.
અનુજ્ઞાપનસ્થાનના શબ્દો બોલતાં અને સાંભળતાં શિષ્ય વિચારે છે કે,
“રાગીઓની નજીક જઈ, રાગી પાત્રોનો સ્પર્શ કરી રાગને વધારવાનું કામ તો હું અનંત કાળથી કરતો આવ્યો છું, પરંતુ આજે મારો પુણ્યોદય પ્રગટ્યો છે કે વૈરાગી ગુરુભગવંતને સ્પર્શ કરી મારા રાગને તોડવાનો. મને મોકો મળ્યો છે. હું આજે ધન્ય બન્યો છું.”