________________
સુગુરુ વંદન સૂત્ર
૧૦૩
થઈ જાય તેની વધુ સાવધાની માટે “નિરીદિ શબ્દ બોલાય છે. આ શબ્દ બોલતાંની સાથે જ શિષ્ય વિશિષ્ટ જાગૃતિપૂર્વક ગુણવાન ગુરુના ગુણોમાં ઉપયોગવાળો બને છે.
અનુજ્ઞાપનસ્થાનનાં આ પદોના ઉચ્ચારણ સમયે મનમાં એવો ભાવ જાગવો જોઈએ કે ગુરુ મારી સમક્ષ જ છે અને હું તેઓને વિનમ્ર ભાવે વિનંતિ કરું છું કે “હે ભગવંત ! કૃપા કરી મારી વંદનની ભાવનાને સાર્થક કરવા માટે આપની નજીક આવવાની મને રજા આપો.” ગુરુની રજા મળતાં જ શિષ્ય પણ ગુણવાન ગુરુભગવંતની કોઈપણ પ્રકારે આશાતના ન થાય તે ભાવ સાથે “નિસદિ' બોલી ગુરુની નજીક જાય અને ભાવપૂર્ણ હૃદયે ગુરુવંદના માટે તત્પર બને.
‘નિસીહિપૂર્વક મિત અવગ્રહમાં પ્રવેશીને, યથાજાત મુદ્રામાં એટલે કે જન્મ સમયે બાળકની જેવી મુદ્રા હોય છે તેવી મુદ્રામાં, ગુરુની સામે બેસીને, ગુરુ પ્રત્યે પોતાના અંતરમાં વર્તતા અહોભાવની વૃદ્ધિ કરવા માટે શિષ્ય કહે છે –
ગોવાર્થ સંગાસં વમળો છે ! વિટામો - હે ભગવંત ! અધઃકાયરૂપ આપના ચરણને મારી કાયા વડે સ્પર્શ કરું છું. તેમ કરતાં આપને કોઈ તકલીફ થાય તો કૃપા કરી મને ક્ષમા કરશો..
આ શબ્દો બોલતાં શિષ્ય ગુરુનાં ચરણનો ત્રણ વાર સ્પર્શ કરે છે. પ્રતિક્રમણ આદિની ક્રિયામાં દરેક માટે ચરણસ્પર્શ શક્ય નથી. તેથી સાધુઓ રજોહરણમાં અને શ્રાવકો ચરવળામાં ગુરુના ચરણની સ્થાપના કરીને “ગ-દો-I-ચં--- સંસ” ના પ્રત્યેક અક્ષરને છૂટા પાડી સ્પષ્ટ સ્વરે બોલે છે. તે આ રીતે – ‘સ' અક્ષર રજોહરણને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે, દો' અક્ષર લલટને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે,
' અક્ષર રજોહરણને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે, જં' અક્ષર લલાટને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે,
અ' અક્ષર રજોહરણને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે, અને ‘' અક્ષર લલાટને દશે આંગળીથી સ્પર્શ કરતાં બોલે છે. અહીં વંદનના ત્રણ આવર્ત નિષ્પન્ન થાય છે. સંપ પદ, રજોહરણ કે ચરવળા ઉપર ગુરુચરણની કરેલ સ્થાપના ઉપર બે