________________
સૂત્રસંવેદના-૩
સુખ મળશે, સ્વેચ્છા પ્રમાણે કાર્ય કરવાથી આનંદ આવશે, પણ આજે સમજાય છે કે આજ્ઞાના પારતંત્ર્ય વિના, ગુણવાન ગુરુના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા વિના, ક્યારેય સુખ કે શાંતિ મળી શકતી નથી. વંદન કરવા માટેની આ એક નાની આજ્ઞા લેવા દ્વારા હું સંકલ્પ કરું છું કે આવા ગુણવાન ગુરુની આજ્ઞા વિના હવે હું ક્યાંય આગળ નહિ વધું.”
૧૦૨
૨. અનુજ્ઞાપન સ્થાન :
વંદનની અનુજ્ઞા મળતાં શિષ્ય ગુરુને કહે છે
मे मिउग्गहं
अणुजाणह કરવાની અનુજ્ઞા આપો.
ગુરુભગવંતની ખૂબ નજીકમાં રહેવાથી શિષ્યનાં મલિન વસ્ત્ર કે શરીરાદિના સ્પર્શથી ગુરુદેવની આશાતના ન થાય, અને તેમના એકાગ્રભાવે ચાલતા કાર્યમાં વિઘ્ન પેદા ન થાય તેવા આશયથી શિષ્ય હંમેશાં ગુરુભગવંતના સ્વદેહ પ્રમાણ એટલે કે ઓછામાં ઓછું ગુરુથી ૩॥ હાથનું અંતર (અવગ્રહ) રાખે છે; અને જ્યારે વંદનાદિ કોઈ કાર્ય ઉપસ્થિત થાય, ત્યારે ગુરુની અનુજ્ઞા લઈને શિષ્ય અવગ્રહમાં પ્રવેશ કરે છે.
-
હે ભગવંત ! મને મિત અવગ્રહમાં પ્રવેશ
આથી વંદનની ઈચ્છાવાળો શિષ્ય ‘અનુજ્ઞાનદ્દ ને મિદં' આ શબ્દો બોલી ગુરુભગવંત પાસે મિત એટલે કે નાનામાં નાના અવગ્રહમાં પ્રવેશ માટેની આજ્ઞા માંગે છે.
અનુજ્ઞા આપતાં ગુરુભગવંત કહે છે :
[અબુનાળામિ] – ‘હું અનુજ્ઞા આપું છું' અર્થાત્ વંદન કરવાની તારી ભાવનાને તું પૂર્ણ કર.
ગુરુની અનુજ્ઞા મળતાં જ, ત્રણ પાછળના, ત્રણ આગળના અને ત્રણ ભૂમિના એમ નવ સંડાસાનું પ્રમાર્જન કરી મિત અવગ્રહમાં પ્રવેશ કરતાં શિષ્ય કહે છે :
નિસÎહિ - પાપપ્રવૃત્તિનો ત્યાગ કરું છું.
દેવ-ગુરુના અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે પાપપ્રવૃત્તિનો ત્યાગ કરવાના સંકલ્પરૂપે તેમ જ મન-વચન-કાયાથી દેવ-ગુરુની કોઈપણ પ્રકારે આશાતના ન