________________
સુગુરુ વંદન સૂત્ર
યાપનિકાપૂર્વક વંદન કરવું. એટલે મન અને ઇન્દ્રિયોને કાબૂમાં લઈને વંદન કરવું અર્થાત્ મન, વચન, કાયાને અન્યત્ર જતાં અટકાવીને; મનને ગુરુના ગુણસ્મરણમાં પરોવીને, વાણીને વિનમ્ર કરીને, કાયાને સુચેષ્ટામાં સ્થાપીને વંદન કરવું. નૈષેધિકીપૂર્વક વંદન કરવું એટલે પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરીને અર્થાત્ આ ક્રિયા કરતાં ક્યાંય હિંસાદિ પાપ કે અન્ય કોઈ દોષ ન લાગી જાય, તેવી પૂર્ણ સાવધાની રાખી, સમજ અને શક્તિનો પૂર્ણ ઉપયોગ કરીને વંદન કરવું. શિષ્યનો આ રીતે યાપનિકા અને નૈષધિકીપૂર્વક વંદન કરવાનો પ્રયત્ન શિષ્યમાં સંયમ, ક્ષમા આદિ ગુણોની વૃદ્ધિ કરાવે છે.
૧૦૧
આ પો બોલતાં શિષ્ય વિનમ્રભાવે વિનંતિ કરે છે કે.- “હે ભગવંત ! આપની ભક્તિ કરવા માટે મારી પાસે કોઈ વિશિષ્ટ શક્તિ નથી, અને આપને પરખવાની પણ કોઈ વિશિષ્ટ બુદ્ધિ નથી; તોપણ જેટલી બુદ્ધિ અને શક્તિ છે, તે સર્વનો ઉપયોગ કરી નિરવદ્યભાવે આપને વંદન કરવાની મારી ભાવના છે. જો આપને યોગ્ય લાગે તો કૃપા કરી આપ અનુજ્ઞા આપો.”
શિષ્યની વંદન ક૨વાની ઈચ્છા જાણ્યા બાદ ગુરુને જો એવું લાગે કે આ ક્રિયાથી શિષ્યને અવશ્ય કર્મની નિર્જરા થશે, તો શિષ્યની નિર્જરામાં નિમિત્ત બનવું એ પોતાનું કર્તવ્ય છે, પોતાનું ઔચિત્ય છે, એમ વિચારી, ત્યારે જો અન્ય કોઈ વિશેષ કાર્ય ન હોય તો શિષ્યને વંદન કરવાની અનુમતિ આપતાં ગુરુ કહે છે
:
[છતેĪ] - તારી ઈચ્છા પૂર્ણ કર.
આ રીતે ગુરુભગવંત અનુમતિ આપે પરંતુ તે વખતે ગુરુભગવંત જો તેઓ અન્ય કોઈ વિશેષ કાર્યમાં વ્યસ્ત હોય અને વંદનની ક્રિયાથી પોતાના કાર્યમાં વિક્ષેપ થાય
તેવું લાગતું હોય તો ‘પડિલહ’ શબ્દથી ‘હમણાં નહિ' તેમ કહે, અથવા વિદેળ શબ્દથી મન-વચન-કાયાથી વંદન ક૨વા પ્રતિષેધ કરે. તે વખતે શિષ્ય ‘મસ્થળ વંમિ' બોલી સંક્ષેપથી વંદન કરી પાછો ફરે.
ઇચ્છા-નિવેદન-સ્થાનનાં આ પદો બોલતાં અને સાંભળતાં શિષ્ય વિચારે કે
“જૈન શાસનની સામાચારી કેવી અદ્ભુત છે ! આત્મવિકાસની એક ક્રિયા પણ સ્વેચ્છાથી કરવાની નથી, કોઈના કાર્યમાં અડચણ ઊભી થાય તેમ પણ કરવાની નથી. સ્વ-પર સૌનો આત્મવિકાસ થાય તેમ જ કરવાની છે.
હું મૂઢ આજ દિવસ સુધી એમ માનતો હતો કે સ્વમતિ પ્રમાણે પ્રવર્તવાથી