________________
૧૦૦
સૂત્રસંવેદના-૩
રામામળો – ક્ષમાશ્રમણ !
ક્ષમાદિ દશ ધર્મો જેમનામાં પ્રધાનપણે વર્તતા હોય તેમને ક્ષમાશ્રમણ કહેવાય છે, અથવા તપ, સ્વાધ્યાય કે ધ્યાનાદિરૂપ સાધ્વાચારની કોઈપણ પ્રવૃત્તિ જેઓ ક્રોધાદિ દોષોના નાશ માટે અને ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ માટે કરતા હોય તેમને ક્ષમાશ્રમણ કહેવાય છે. અહીં આ શબ્દ ગુરુભગવંતના સંબોધન માટે છે. આ સૂત્ર દ્વારા આવા ક્ષમાશ્રમણને વંદન કરવાનાં છે. .. જિજ્ઞાસાઃ ક્ષમાશ્રમણને વંદન શા માટે કરવાનું?
તૃપ્તિ પરમ સુખરૂપ મોક્ષને ઈચ્છતો શિષ્ય સમજે છે કે કષાયોના ત્યાગ અને ક્ષમાદિ ગુણોના પાલન વિના સુખ સંભવિત નથી, પરંતુ તે કષાયોનો ત્યાગ અને ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ પોતે સ્વયં કરી શકે એ શક્ય નથી. ગુણસભર ગુરુભગવંતના બહુમાનથી જ આવા ગુણો પ્રગટી શકે છે. ગુરુભગવંત પ્રત્યે બહુમાનભાવને પ્રગટ કરતી ક્રિયા તે જ આ વંદન-ક્રિયા છે. આથી ગુણવાન પ્રત્યે બહુમાનભાવ કેળવવા અને તેની વૃદ્ધિ કરવા માટે, ક્ષમાશ્રમણને પુનઃ પુનઃ વંદન કરવાનું છે.
હવે વંદન કરવાની ઈચ્છાવાળો શિષ્ય, પોતાને કઈ રીતે વંદન કરવું છે, તે વ્યક્ત કરતાં કહે છે –
રાવળ નિરદિગાર - “હે ભગવંત ! હું યાપનકા અને નૈષેલિકી વડે આપને વંદન કરવા ઈચ્છું છું.
વંદન કરવું, ૧૨. “અન્ય પણ મને વંદન કરશે, માટે હું વંદન કરું' એવી બુદ્ધિથી વંદન કરવું, ૧૩. મૈત્રીની ઈચ્છાથી વંદન કરવું, ૧૪. હોશિયારી બતાવવા વંદન કરવું, ૧૫. સ્વાર્થબુદ્ધિથી વંદન કરવું, ૧૬. ચોરી-છૂપીથી વંદન કરવું, ૧૭. અયોગ્ય સમયે વંદન કરવું, ૧૮. ક્રોધથી વંદન કરવું, ૧૯. ઠપકાથી વંદન કરવું, ૨૦. રાજી રાખવા વંદન કરવું, ૨૧. નિંદા કરતાં વંદન કરવું, ૨૨. વંદન કર્યું-ન કર્યું ને બીજી વાતોમાં વળગવું, ૨૩. કોઈ દેખે તો વંદન કરવું, પણ અંધારું કે આંતરો હોય તો ખાલી ઊભા રહી જઈ વંદન કરવું ૨૪. આવર્ત વખતે હાથ બરાબર લલાટે ન અડાડવા, ૨૫. રાજ-ભાગ (ટેક્ષ) ચૂકવવાની માફક તીર્થંકરની આજ્ઞા સમજીને વંદન કરવું, ૨૬. લોકાપવાદમાંથી બચવા માટે વંદન કરવું, ૨૭. રજોહરણ તથા મસ્તકને બરાબર સ્પર્શ ન કરવો, ૨૮. ઓછા અક્ષરો બોલવા, ૨૯. વંદન કરીને “મર્થીએણ વંદામિ'ખૂબ ઊંચેથી બોલવું, ૩૦. બરાબર ઉચ્ચાર કર્યા વિના મનમાં જ બોલવું, ૩૧. ખૂબ મોટેથી બોલીને વંદન કરવું, ૩૨. હાથ જમાવીને બધાને એકસાથે વંદન કરવું.