________________
સુગુરુ વંદન સૂત્ર
મારા વડે જે કોઈ અતિચાર કરાયો હોય,
તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું,
ગર્હા કરું છું (અને દુષ્કૃતકારી એવા મારા) આત્માને વોસિરાવું છું.
વિશેષાર્થ :
૯૯
૧ ઈચ્છાનિવેદન સ્થાન ઃ
इच्छामि खमासमणो' ! वंदिउं जावणिज्जाए निसीहिआए હે ક્ષમાશ્રમણ ! મારી શક્તિઓનો પૂર્ણ ઉપયોગ કરીને અને પ્રાણાતિપાત આદિ પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને હું આપને વંદન કરવા ઈચ્છું છું.
-
-
જૈનશાસનનો સિદ્ધાંત છે કે કોઈપણ કાર્ય ગુરુભગવંતની અનુજ્ઞા મેળવીને જ કરવું જોઈએ. આ સિદ્ધાંત અનુસાર, વંદન કરવા ઈચ્છતો શિષ્ય પણ સૌ પ્રથમ પોતાની ઈચ્છા ગુરુભગવંતને જણાવતાં કહે છે :
“હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન2 ક૨વા ઈચ્છું છું.” આ શબ્દો બોલી શિષ્ય, ક્ષમાશ્રમણ એવા ગુરુભગવંતને પોતાનાં વંદન સ્વીકા૨વા અનુરોધ કરે છે.
1- વમાસમળો - આદિ શબ્દોના વિશેષાર્થ માટે જુઓ ‘સૂત્ર સંવેદના’ ભાગ-૧, સૂત્ર-૩. યોગશાસ્ત્રની વૃત્તિમાં ગુરુવંદનનો ખાસ અર્થ કરતાં જણાવ્યું,
2
'वन्दनं वन्दनयोग्यानां धर्माचार्याणां पञ्चविंशत्यावश्यकविशुद्धं द्वात्रिंशद्दोषरहितं नमस्करणम्' ‘વંદન’ એટલે વંદનને યોગ્ય ધર્માચાર્યોને ૨૫ આવશ્યકોથી વિશુદ્ધ અને ૩૨ દોષોથી રહિત કરવામાં આવેલો નમસ્કાર.
તેમાં ૨૫ આવશ્યકની ગણતરી તેઓ આ રીતે કરાવે છે ઃ
" दो ओणयं अहाजायं किइकम्मं बारसावयं । चउसिरं तिगुत्तं च दुपवेसं एगनिक्खमणं ।। " - આવશ્યકનિર્યુક્તિ ગા. ૧૨૦૨ (૨) બે અવનત, (૩) એક યથાજાત મુદ્રા, (૧૫) બાર આવર્ત્ત (૧૯) ચાર શિરોનમન (૨૨) ત્રણ ગુપ્તિ (૨૪) બે પ્રવેશ અને (૨૫) એક નિષ્ક્રમણ
જે ૩૨ દોષો ગુરુને વંદન કરતી વખતે ટાળવા યોગ્ય છે, તે નીચે મુજબ છે : ૧. આદરહીનતા હોવી, ૨. અક્કડાઈ રાખવી, ૩. ઉતાવળ ક૨વી, ૪. સૂત્રોનો અવ્યક્ત ઉચ્ચાર કરવો, ૫. કૂદકો મારીને વંદન કરવું, ૬. પરાણે વંદન કરવું, ૭. આગળ-પાછળ હલન-ચલન કરવું, ૮. વંદન સમયે ફર્યા કરવું (જળમાં માછલાંની જેમ), ૯. મનમાં દ્વેષ રાખીને વંદન કરવું, ૧૦. બે હાથ ઢીંચણની બહાર રાખીને વંદન કરવું, ૧૧. ભયથી