________________
સૂત્રસંવેદના-૩
પ્રત્યે કોઈ વિપરીત ભાવ રાખવો તે વર્તમાન સંબંધી ગુરુની આશાતના છે.
જિજ્ઞાસા – વર્તમાન અને ભવિષ્ય સંબંધી ગુરુની આશાતનાનો તો ખ્યાલ આવી શકે, પરંતુ આ ભવમાં અજાણતા કરેલી ગુરુઆશાતના કે પૂર્વ ભવ સ્વરૂપ ભૂતકાળમાં થયેલી ગુરુની આશાતનાનો ખ્યાલ કઈ રીતે આવે ?
૧૧૬
તૃપ્તિ - પુણ્યના ઉદયથી વર્તમાનમાં ગુણવાન ગુરુભગવંત પ્રાપ્ત થયા પછી ગુરુચરણે જીવન સમર્પિત ક૨વાનો ભાવ અને પ્રયત્ન હોવા છતાં પણ, જો તેમના પ્રત્યે શ્રદ્ધા પ્રગટતી ન હોય, સાચો સમર્પણભાવ આવતો ન હોય, આદર કે બહુમાન કે ન થતાં હોય, તેમની આજ્ઞામાં વિકલ્પો ઊઠતા હોય કે ભક્તિ ક૨વાનો ઉલ્લાસ ન થતો હોય તો સમજવું જોઈએ કે ભૂતકાળમાં ગુરુ સંબંધી કોઈ આશાતના થઈ હશે.
જેમ કે, ભૂતકાળમાં પુણ્યયોગે સદ્ગુરુ મળ્યા પણ હશે, પરંતુ માનાદિ દોષોના કારણે ત્યારે સદ્ગુરુની આજ્ઞા નહીં સ્વીકારી હોય, તેમના પ્રત્યે આદર કે બહુમાનભાવ નહીં રાખ્યો હોય, તેમનો વિનય નહીં જાળવ્યો હોય, આજ્ઞાનું પાલન નહીં કર્યુ હોય, કદાચ કર્યુ હશે તો બહુમાનપૂર્વક નહીં કર્યું હોય, સંયમજીવનનો સ્વીકાર કરી ભાવપૂર્વક ગુરુચરણે જીવન સમર્પિત નહીં કર્યું હોય, કે ગુરુવચનમાં શંકા-કુશંકાઓ કરી હશે; આનાથી જ એવું કર્મ બંધાયું હશે કે ગૌતમ જેવા ઉત્તમ ગુરુ તો મળ્યા નથી અને આ કાળને અનુરૂપ સારા ગુરુ મળ્યા છે છતાં તેમના પ્રત્યે સદ્ભાવ પ્રગટતો નથી, આજ્ઞાપાલનનો ઉલ્લાસ જાગૃત થતો નથી કે તેમની હિતકારી વાતોમાં શ્રદ્ધા થતી નથી.
આ રીતે અત્યારના અવિનય આદિ ઉપરથી અનુમાન કરી, ભૂતકાળમાં થયેલી ગુરુઆશાતનાઓનો તાગ મેળવી શકાય છે, અને તેના આધારે ભૂતકાળની આશાતનાઓ પ્રત્યે જુગુપ્સા કરી શકાય છે.
આ પદ બોલતાં ત્રણે કાળ સંબંધી ગુરુભગવંતની જે આશાતનાઓ થઈ હોય, તેને સ્મરણમાં લાવવાની છે, અને વિચારવાનું છે કે, ‘ભવસાગરથી તારનાર પરમ કલ્યાણકારી ગુરુભગવંતની જે આશાતના થઈ છે તે ખૂબ ખોટું થયું છે. આવું કરીને મેં જ મારા ભવની પરંપરા વધારી છે, મારી જાતને હિતના માર્ગેથી દૂર કરી છે.’ આ રીતે મનમાં ને મનમાં પોતાના દુષ્કૃત્યની નિંદા કરવાની છે, ગુરુ ભગવંત સમક્ષ ગહ ક૨વાની છે. તેમ કરી ગુણવાનની આશાતનાના કુસંસ્કારોને તોડવા પ્રયત્ન કરવાનો છે. જો આમ કરતાં કુસંસ્કારોનો નાશ થશે તો જ પુન: પુન: આશાતના નહીં થાય અને સ્વચ્છન્દતાનાં મૂળિયાં જડથી હલી જશે, પરિણામે ભવિષ્યમાં આવી કુચેષ્ટાઓ નહીં થાય અને ભવિષ્ય સુધરશે. જેથી