________________
સૂત્રસંવેદના-૩
ગૃહસ્થને પોતાના જીવનનો નિર્વાહ કરવા માટે એકેન્દ્રિય આદિ જીવોની હિંસા અનિવાર્યપણે ક૨વી પડે છે, છતાં તે ધારે તો હિંસાને મર્યાદિત ચોક્કસ કરી શકે છે. વળી, હિંસામય કાર્ય કરતી વખતે પણ, શ્રાવકના હૃદયમાં રહેલો જયણાનો પરિણામ (જીવોને બચાવવાનો ભાવ) તેને નિરર્થક હિંસાથી બચાવવા સાથે હૃદયના ભાવ કૂણા રખાવે છે. હિંસામય કાર્ય કરતાં પણ શ્રાવક સતત વિચારતો હોય કે ‘હું સંસારમાં છું માટે જ મારે આવાં હિંસાદિ પાપો કરવાં પડે છે. ક્યારે એવો ધન્ય દિવસ આવશે કે જ્યારે હું આ હિંસાદિ પાપોથી છૂટી સર્વવિરતિ ધર્મનો સ્વીકાર કરીશ ?’ હૈયાની કૂણાશ અને આવી ભાવનાના કારણે તેને કર્મબંધ પણ ઘણો ઓછો થાય છે. વળી બિનજરૂરી હિંસાથી બચવાનો પ્રયત્ન, અનિવાર્યપણે કરવી પડતી હિંસાથી પણ છૂટવાની ભાવના અને એ સાથે જ હ્રદયમાં સતત વર્તતો દયાનો ભાવ, કદાચ હિંસાથી બંધાતા કર્મથી શ્રાવકને ન બચાવી શકે તોપણ હિંસા દ્વારા થતા કર્મના અનુબંધથી તો બચાવે જ છે.
૧૩૮
આ પદ બોલતાં શ્રાવક આજના દ્િવસમાં અજયણાથી, અનુપયોગથી મેં કેટલા જીવોની હિંસા કરી ? કેટલા જીવોને પીડા પમાડી ? કયા જીવોનો કયા પ્રકારે અપરાધ કર્યો ? તે સર્વ વિગતોને સ્મૃતિમાં લાવે અને કરુણાસભર હૈયાથી તેમની પાસે ક્ષમા માંગે.
બીજે મૃષાવાદ : પાપનું બીજું સ્થાનક ‘મૃષાવાદ’ છે.
મૃષા એટલે ખોટું અને વાદ એટલે વવું-બોલવું. ખોટું બોલવું તે ‘મૃષાવાદ' નામનું બીજું પાપસ્થાનક છે. જે વસ્તુ કે વ્યક્તિ જેવાં છે તેવાં ન કહેતાં અયથાર્થ (અસત્ય) બોલવું, કે યથાર્થ (સત્ય) પણ કોઈનું અહિત થાય તેમ બોલવું, તે મૃષાવાદ છે. જેમ કે કષાયને આધીન બની સારા માણસને ખરાબ કહેવો, અથવા શિકારી પૂછે કે હરણ કઈ દિશામાં ગયું ? ત્યારે હરણના હિતાહિતનો વિચાર કર્યા વિના યથાર્થ ઉત્તર આપવો; વળી, ક્રોધાદિ કષાયને આધીન થઈ સામી વ્યક્તિની વેદનાનો વિચાર કર્યા વિના કાણા માણસને કે મૂર્ખ ને ‘તું કાણો છે, તું મૂરખ છે’ વગેરે બોલવું તે પણ મૃષાવાદ છે.
શબ્દાદિ વિષયોને આધીન બની, કષાયોને પરવશ બની, વિકથાના રસમાં લીન બની કે વધુ પડતું બોલવાની કુટેવના કારણે, વિચાર્યા વિના જેઓ મન ફાવે તેમ બોલ્યા કરે છે, તેઓ પ્રાયઃ આ પાપથી બચી શકતા નથી. વ્યવહારમાં નાનીનાની બાબતમાં, ઘણાં સ્થાનોમાં આ રીતે અસત્ય બોલાઈ જતું હોય છે. પોતાનાથી