________________
૧૩૯
અઢાર પાપસ્થાનક સૂત્ર
ક્યાંય ખોટું ન બોલાઈ જાય, કૃષાભાષાનું પાપ ન લાગી જાય, આવા સાવધાની ભર્યા ભાવપૂર્વક જેઓ વિચારીને બોલે છે, તેઓ જ આ પાપથી બચી શકે છે.
આથી શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે આત્મહિતને ઈચ્છતા સાધકોએ જરૂ૨ વિના બોલવું નહિ, અને બોલવું પડે ત્યારે પણ સ્વ-૫૨ના હિતનો વિચાર કરીને, પ્રમાણોપેત શબ્દોમાં અને સામેવાળી વ્યક્તિને રુચિકર હોય તેટલું જ બોલવું.
આ પદ બોલતાં દિવસ દરમ્યાન ક્રોધાદિ કષાયોને આધીન થઈ, વિકથા કરવામાં લીન થઈ કે વિષયાસક્ત બની, નાનામાં નાની બાબતમાં પણ ક્યાં મૃષા બોલાયું ? પુણ્યથી મળેલા વચનયોગનો કેટલો દુરુપયોગ થયો ? તે વિચારી પુનઃ તેવું ન થાય તેવા પરિણામપૂર્વક ‘મિચ્છા મિ દુક્કડં' આપવું જોઈએ.
ત્રીજે અદત્તાદાન : પાપનું ત્રીજું સ્થાન ‘અદત્તાદાન' અર્થાત્ ચોરી છે. અવત્ત=માલિકે નહીં આપેલું, આવાન=ગ્રહણ કરવું. વ્યવહારમાં તેને ચોરી કહેવાય છે.
અદત્તાદાનરૂપ ચોરી ચાર પ્રકારે થાય છે
:
જીવ
સ્વામી અદત્ત, ૨ ૧ અદત્ત, ૩ - તીર્થંકર અદત્ત અને ૪ - ગુરુ અદત્ત. શ્રાવકો માટે કદાચ આ ચારે અદત્તથી બચવું શક્ય ન બને, છતાં પણ શ્રાવકોએ ‘સ્વામી અદત્ત'માંથી તો ખાસ બચવાનું છે. ધન, સંપત્તિ આદિ તેના માલિકની ઈચ્છા વિના ગ્રહણ કરવી, લૂંટફાટ કરવી કે અણહક્કનું પડાવી લેવું, તે ચોરી છે. આ રીતે ચોરી કરવાથી ધનના માલિકને અત્યંત દુઃખ થાય છે. ક્યારેક તો તેનું મૃત્યુ પણ થાય છે. વળી, પોતાના પરિણામો પણ અત્યંત ક્રૂર થાય છે. અશુભ લેશ્યાને આધીન બન્યા વિના જીવ ચોરી આદિ નિંદનીય પ્રવૃત્તિ કરી શકતો નથી.
-
આવી ક્રિયાથી આત્મા ઉપર અત્યંત કુસંસ્કારો પડે છે. આ સંસ્કારો ભવભવાંતરમાં સાથે આવે છે. પૂર્વજન્મના કુસંસ્કારોને કા૨ણે ઘણાને તો બાલ્યવયથી જ નાની-નાની ચોરી કરવાની ટેવ હોય છે. સ્કૂલમાં જાય તો પેન આદિ ચોરવાની, ઘરમાંથી છાનામાના પૈસા લેવાની, દુકાનમાંથી છાનામાના માલ લેવાની અને વ્યાપારમાં પણ ઓછું આપવાની અને વધુ લેવાની આદત હોય છે.
4- આ ચાર અદત્તની વિશેષ સમજ માટે જુઓ ‘સૂત્ર સંવેદના’ ભા-૧ પંચિદિય સૂત્ર અને ભા-૪ ‘વંદિત્તુ સૂત્ર’ ત્રીજું વ્રત.