________________
સૂત્રસંવેદના-૩
આવા ચોરીના કુસંસ્કારો માનવને ક્યાંથી ક્યાં લઈ જાય છે, તેનો વિચાર કરી, આ પાપમાંથી અટકવા ખાસ પ્રયત્ન કરવો જોઈએ.
૧૪૦
આ પદ બોલતાં દિવસ કે રાત્રિ દરમ્યાન, લોભને આધીન બની, જે રાજ્યચોરી, દાણચોરી કે અન્ય કોઈપણ પ્રકારે નાની-મોટી ચોરી થઈ ગઈ હોય, તેનું સ્મરણ કરી, આવાં પાપ પ્રત્યે અણગમાનો ભાવ પ્રગટ કરી, તે પાપની નિંદા, ગર્હા અને પ્રતિક્રમણ કરવાનું છે.
ચોથે મૈથુન : પાપનું ચોથું સ્થાન ‘મૈથુન’ છે.
તે
મિથુનનો ભાવ તે મૈથુન છે. વેદમોહનીયકર્મના ઉદયથી થનારો આ આત્માનો વિકૃત ભાવ છે. મિથુન એટલે સ્ત્રી-પુરુષનું યુગલ. રાગને આધીન બની સ્ત્રીપુરુષની, તિર્યંચ-તિર્થંચિણીની કે દેવ-દેવીની જે અરસ-પરસની ભોગની પ્રવૃત્તિ કે કામ-ક્રીડા થાય છે, તેને મૈથુન કહેવાય છે.
અનાદિકાળથી જીવમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ - એમ ચાર પ્રકારની સંજ્ઞાઓ પ્રવર્તે છે. તેમાં મૈથુન સંજ્ઞાને આધીન બનેલો જીવ ન જોવા યોગ્ય દૃશ્યોને જુએ છે, ન કરવા યોગ્ય ચેષ્ટાઓ કરે છે, ન વિચા૨વા યોગ્ય વિચારે છે, વિજાતીયને આકર્ષવા માટે ગમે તેવાં વસ્ત્રોનું પરિધાન કરે છે, કટાક્ષો કરે છે અને અબ્રહ્મની પ્રવૃત્તિમાં જોડાય છે. અમર્યાદિતપણે પ્રવર્તતી આ સંજ્ઞા ઘણીવાર કુળની, જાતિની કે ધર્મની મર્યાદાનો પણ ભંગ કરાવે છે અને માનવ પાસે પશુ જેવું આચરણ કરાવે છે.
‘સંબોધ સત્તરી” ગ્રંથમાં કહ્યું છે કે આ સંજ્ઞાને આધીન થયેલો, મૈથુનક્રિયામાં પ્રવર્તતો જીવ બે લાખથી નવ લાખ બેઇન્દ્રિય જીવોનો તથા નવ લાખ સૂક્ષ્મ (અસંજ્ઞી પંચેન્દ્રિય) જીવોનો સંહાર કરે છે. મૈથુન સમયે, લોખંડની નળીમાં રૂ ભર્યું હોય અને તેમાં તપાવેલો સળિયો નાંખવાથી જે રીતે રૂ બળી જાય, તેવી રીતે તે જીવોનો સંહાર (નાશ) થાય છે, એમ ‘તંદુલવિયાલિય પયન્નામાં' જણાવ્યું છે. વળી, અબ્રહ્મની પ્રવૃત્તિથી મૈથુનસંજ્ઞાના સંસ્કારો તીવ્ર-તીવ્રતમ કોટિના થાય છે.
5 - ફત્હીનું નોળીસુ, હવંતિ નેતિયા ય ને નીવા ।
इक्को य दुन्नि तिन्नि वि, लक्खपुहुत्तं तु उक्कोसं ।। ८३ ।। मेहुणसन्नारुढो, नवलक्ख हs सुहुमजीवाणं । तित्थयरेणं भणियं, सद्दहियव्वं पयत्तेणं ।।८६ ।।
- સંબોધસત્તરિ