________________
સૂત્રસંવેદના-૩
સ્પર્શ કર્યો. સાવદ્યાચાર્ય તેને અધર્મ માનતા હતા, પરંતુ જ્યારે તેમના પ્રત્યે ઈર્ષ્યા અને દ્વેષ ધરાવતી અનેક વ્યક્તિઓએ પૂછ્યું કે ભગવંત ! સાધુને સ્ત્રીનો સ્પર્શ ચાલે ? ત્યારે શાસ્ત્રના પરમાર્થને સમજવા છતાં, ખૂબ વિચારણા કર્યા પછી પણ માન કષાયને આધીન બનેલા સાવઘાચાર્ય બોલ્યા, “જૈન દર્શનમાં ક્યાંય એકાંત નથી, સર્વત્ર અનેકાંત છે.” તેમનું આવું વચન સામાન્યથી સત્ય હોવા છતાં, આ પ્રસંગે તો અસત્ય સ્વરૂપ જ હતું; કેમ કે, સાધુને સ્ત્રીનો સ્પર્શ માત્ર પણ ત્યાજ્ય મનાયો છે. અનાયાસે ક્યાંક સ્ત્રીનો સ્પર્શ થઈ જાય તો પણ દોષ લાગે છે, તેનું પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. માટે અનાયાસે થયેલો પણ આ સ્ત્રીનો સ્પર્શ કરવા યોગ્ય નથી તેમ કહેવું જોઈએ. તેના બદલે પોતાના બચાવ માટે બોલાયેલું આ વચન ઉત્સૂત્ર હતું, અને આ એક વચનના કારણે તેમણે અત્યંત પરિમિત કરેલા પોતાના સંસારને દીર્ઘકાલીન બનાવી દીધો હતો.
૧૮
ભરત મહારાજાના પુત્ર મરીચિએ સંયમજીવન સ્વીકાર્યું હતું. સંયમજીવનનાં કષ્ટોને સહન કરવાનું પોતાનું સામર્થ્ય ન જણાતાં તેમણે સંયમનો વેષ છોડી ત્રિદંડીનો વેષ સ્વીકાર્યો હતો. આમ છતાં પણ તેમને સંયમ પ્રત્યે અનહદ રાગ હતો. આ જ કારણથી તેઓ પોતાની પાસે આવનાર જિજ્ઞાસુ વ્યક્તિઓને સંયમજીવનની સુંદરતા સમજાવતા અને સંસારથી વિરક્ત કરી ઋષભદેવ પ્રભુ પાસે દીક્ષા લેવા મોકલતા હતા.
એકવાર તેઓ માંદગીમાં સપડાયા ત્યારે તેમની સેવા કરે તેવું કોઈ તેમની પાસે ન હતું. સંજોગવશાત્ આવા સમયે કપિલ નામનો એક રાજકુમાર તેમની દેશના સાંભળવા આવ્યો. દેશના સાંભળી તેને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે સંયમજીવન સ્વીકારવા તત્પર બન્યો. હંમેશ મુજબ મરીચિએ તેને પ્રભુ પાસે દીક્ષા લેવા જણાવ્યું, પરંતુ કપિલને તો મરીચિ પાસે જ દીક્ષા લેવી હતી. તેથી તેણે મરીચિને માર્મિક પ્રશ્ન પૂછયો “ભગવંત ! ધર્મ કયાં ?” માંદગીના કારણે પરિચારકની ઇચ્છાથી મરીચિ અહીં ચૂક્યા અને જવાબ આપ્યો કે ‘પિત્ઝા, રૂત્થાપ પિ ।' ‘હું જે સંયમજીવનનું વર્ણન કરું છું તેનું જ પાલન ઋષભદેવ પ્રભુના શ્રમણ ભગવંતો કરે છે. તે સંયમજીવન પણ ધર્મ છે અને અહીં હું જે પાળું છું તે પણ ધર્મ છે.’
સામાન્યથી આ વાત સાચી છે, કેમ કે ધર્મ તો બંને સ્થળે છે, પરંતુ કપિલનો પ્રશ્ન હતો, આત્મહિતકર શ્રેષ્ઠ ધર્મ ક્યાં છે ? તેના સંદર્ભમાં ‘શ્રમણધર્મ જ શ્રેષ્ઠ 6- સાવઘાચાર્યનું દૃષ્ટાંત અને તેની વિશેષ વિગતો માટે જુઓ પ્રતિમા શતક ગા.નં. ૪૬