________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
૧૭
કહેવાય છે, અને સર્વનું હિત કરનારા તેમના વચનને શાસ્ત્ર' કે “સૂત્ર' કહેવાય છે. સૂત્રવિરુદ્ધ બોલવું કે આચરવું તે ઉત્સુત્ર કહેવાય છે.
સૂત્રમાં જે પદાર્થનું જે રીતે નિરૂપણ કર્યુ હોય તેના કરતાં વિપરીતરૂપે નિરૂપણ કરવું કે શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ બોલવું તે ઉત્સુત્ર ભાષણ કહેવાય છે. ઉસૂત્ર ભાષણ અનંત સંસારની વૃદ્ધિ કરી શકે છે.
જૈન દર્શન કોઈપણ પદાર્થને કોઈ એક દૃષ્ટિથી નહિ પરંતુ અનેક દૃષ્ટિથી જુએ છે, માટે જ જૈન દર્શન - જૈન શાસ્ત્રો અનેકાન્તાત્મક કહેવાય છે. આ કારણથી કોઈપણ સૂત્રનો કે તેના કોઈ એક પદનો અર્થ કરતાં તેનું તાત્પર્ય વિચારવું જોઈએ, પૂર્વાપરના સંદર્ભો જોવા જોઈએ અને તે જોઈ આ પદ કઈ દૃષ્ટિથી (કયા નથી) કહેવાયેલું છે તેનો નિર્ણય કરવો જોઈએ. આ રીતે નિર્ણય કરી અર્થ કરવામાં આવે તો જ તે તે સૂત્રના અર્થને સમ્યક પ્રકારે જાણી શકાય છે. આના બદલે પૂર્વાપરનો વિચાર કર્યા વિના જે દૃષ્ટિથી સૂત્રનું કથન કરવામાં આવ્યું હોય, તેનાથી ભિન્ન દૃષ્ટિથી તેનો અર્થ કરવામાં આવે તો ઉસૂત્ર પ્રરૂપણાનો દોષ લાગે છે. જેમ કે, “અહિંસા જ પરમ ધર્મ” એમ કહેવું એ એક દૃષ્ટિથી સત્ય હોવા છતાં, એકાંતે આમ કહેવાથી ઉત્સુત્ર ભાષણનો દોષ લાગે છે; કેમ કે જૈન દર્શન માત્ર અહિંસાને જ ધર્મ માને છે તેવું નથી, પરંતુ સત્ય વગેરેને પણ ધર્મ માને છે. એ જ રીતે માત્ર સત્ય વગેરેમાં જ ધર્મ છે, એવું નથી માનતો પણ આજ્ઞા સાપેક્ષ અહિંસાદિમાં ધર્મ માને છે. આથી શાસ્ત્રમાં માળા, થપ્પો - થમ્પો માણ ડિવો એવાં વિધાનો કરાયાં છે. આ જ કારણથી જિનવચનાનુસાર લાભાલાભનો વિચાર કરી પૃથ્વી, પાણી આદિ જીવોની હિંસાનો જેમણે સર્વથા ત્યાગ કર્યો છે એવા શ્રમણોને પણ રાગાદિની વૃદ્ધિરૂપ ભાવહિંસાથી બચવા એક ગામથી બીજા ગામ વિહાર કરતાં નદી ઊતરવા વગેરેની છૂટ અપાય છે, અને આરંભ-સમારંભમાં બેઠેલાં શ્રાવકોને આરંભ-સમારંભના મૂળ કારણરૂપ સંસારના રાગને તોડાવવા અને વીતરાગ પરમાત્મા તથા તેમના સંયમાદિ ગુણોના રાગને પ્રગટાવવાં પ્રભુની પુષ્પ, જલ આદિથી પૂજા કરવાનું વિધાન પણ કરાય છે. આથી હિંસા-અહિંસાના પ્રકારો જણાવ્યા વિના, કયા સંદર્ભથી તેની હેયતા અને ઉપાદેયતા છે તે સમજાવ્યા વિના, એકાંતે હિંસા પાપ જ છે અને અહિંસા જ પરમ ધર્મ છે તેમ કહેવું, તે પણ ઉત્સુત્ર પ્રરૂપણા છે.
સંદર્ભની વિચારણા વિનાનું કથન પણ ક્યારેક ઉત્સુત્ર બની શકે છે. જેમ કે, સાવઘાચાર્યના જીવનમાં એક પ્રસંગ બન્યો. અનાયાસે એક સ્ત્રીએ તેમના ચરણનો