________________
સૂત્રસંવેદના-૩
કે સાધુભગવંતની જે મર્યાદાઓ છે, તેમણે જે વ્રત-નિયમોનો સ્વીકાર કર્યો છે, તે મર્યાદાનું ઉલ્લંઘન કરીને – મર્યાદા ઓળંગીને જે આચરણ થયું હોય કે કર્યું હોય, તેને અતિચાર કહેવાય છે. આ શબ્દ બોલતાં દિવસ દરમ્યાન થયેલા સર્વ અતિચારોને સ્મૃતિમાં લાવવા યત્ન કરવાનો છે. હવે દિવસ દરમ્યાન સામાન્યથી જે અતિચારો થયા હોય તે જણાણે છે :
કો, વાડ્યો, માસિનો - કાયિક, વાચિક અને માનસિક (જે અતિચારો લાગ્યા હોય.) *
દિવસ સંબંધી જે પાપો કે અતિચારો લાગ્યા છે તે ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે : કેટલાક અતિચારો કાયાથી થયા હોય છે, કેટલાક વચનથી થયા હોય છે અને કેટલાક અતિચારો મનથી થયા હોય છે. આ પદ બોલતાં અનુપયોગપણે કે વિષય, કષાયને આધીન થઈ દિવસ દરમ્યાન મન-વચન-કાયાથી થયેલી સર્વ પ્રવૃત્તિ ઉપર દૃષ્ટિપાત કરવો જોઈએ, અને આ ત્રણ યોગ દ્વારા કયા કયા અતિચારો કઈ રીતે કેટલા પ્રમાણમાં લાગી ગયા છે, તેનું સ્મરણ કરીને ગુરુ સમક્ષ તેની આલોચના કરવી જોઈએ.
હવે મન, વચન અને કાયાથી કયાં પાપો લાગ્યાં છે, તે વિશેષથી જણાવે છે - કસુત્તો - શાસ્ત્રવિરુદ્ધ. રાગ-દ્વેષ અને અજ્ઞાનનો જેમણે સર્વથા નાશ કર્યો છે. તેમને સર્વજ્ઞ વીતરાગ મેળવવી, તે સંબંધી વાતચીત કરવી તે વ્યતિક્રમ. ૩. અતિચાર લીધેલા વ્રતનું ખંડન થાય તેવો પ્રયત્ન. દા.ત. જ્યાં કેરી મળતી હોય ત્યાં જઈ કરી લેવા માટેનાં પગલાં માંડવાં, કેરી લાવવી, છેક મોં સુધી લઈ જવી, છતાં જ્યાં સુધી ન ખાય ત્યાં સુધી અતિચાર. ૪.અનાચાર લીધેલા વ્રતનું સર્વથા ખંડન થાય તેવું પ્રવર્તન.દા.ત.હાથમાં કેરી લઈને ખાવી,તે
અનાચાર. 5- કર્ણ સૂત્રાકુર સૂરીનુ ઈ - સૂત્ર મર્યાદા ઉપરાંતનું અથવા સૂત્રમાં ન કહેલું કહેવું તે ઉસૂત્ર છે.
- આવશ્યકનિર્યુક્તિ સૂત્રમાં પદાર્થને જેવો વર્ણવ્યો હોય તેના કરતાં અન્ય રીતે કહેવો તે ઉત્સુત્ર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે બટેટાદિ કંદમૂળમાં અનંતા જીવો છે. આ વાત પર શ્રદ્ધા ન કરતાં કોઈક કહે કે “બટેટામાં અનંતા જીવો છે તો દેખાતા કેમ નથી?' દેખાતા નથી, માટે બટેટામાં અનંતા જીવો નથી, તેમ કહેવું અથવા સ્વર્ગ કે નરક કોણે જોયાં છે?જો સ્વર્ગ છે તો ત્યાંથી કેમ કોઈ આવતું નથી ? આવાં સર્વ કથનો ઉસૂત્રભાષણ છે. આવું ઉસૂત્રભાષણ અનંત સંસારનું કારણ બની શકે છે.