________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
૧૫
પૂર્વે, તે તે દોષથી મારા આત્માને બચાવવો અતિ જરૂરી છે. વળી, અત્યારે મેં જે અતિચારોનું સેવન કર્યું છે, તેનાં માઠાં ફળ મારે જ ભોગવવાનાં છે. આ પાપોના કારણે જ મારી જન્મ-મરણની પરંપરા વધવાની છે અને મોક્ષના મહાસુખથી હું વંચિત રહેવાનો છું. હવે મારે જો જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવું હોય, દુઃખના ભાજન ન બનવું હોય અને શીઘ મોક્ષને પ્રાપ્ત કરવો હોય તો તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક આ પાપો ગુરુભગવંત સમક્ષ એ રીતે પ્રગટ કરી દઉં જેથી થયેલાં પાપકર્મોનો સર્વથા વિનાશ થાય, અને ભવિષ્યમાં તે પાપો, તે ભાવથી તો ન જ થાય.” આવી વિચારણા વગર માત્ર શબ્દો બોલી જવાથી કરેલાં પાપોનું પ્રાયશ્ચિત્ત થઈ શકતું નથી, પરંતુ જે રાગ-દ્વેષ આદિ અશુભ ભાવથી પાપ કર્યા છે તેનાથી વિરુદ્ધ વૈરાગ્યાદિ શુભભાવરૂપ અગ્નિ પ્રગટે તો જ પાપપુંજ ભસ્મીભૂત થાય. માટે સાધકે જે ભાવથી પાપો થયાં હોય, તેનાથી વિરુદ્ધ ભાવોથી હૃદયને ભાવિત કરી પોતે કરેલાં પાપોની આલોચના કરવા માટે ગુરુભગવંત પાસે અનુજ્ઞા માંગવી જોઈએ. [ગો) - તું આલોચના કર.'
આ શબ્દ બોલી ગુરુ શિષ્યને આલોચના કરવા માટેની અનુજ્ઞા આપે છે, જેને સાંભળી વિનયસંપન્ન શિષ્ય ગુરુની આજ્ઞાના સ્વીકારરૂપે કહે - રૂછું - “ભગવંત ! આપની આજ્ઞા પ્રમાણે હું આલોચના કરવા ઇચ્છું છું.”
આ શબ્દપ્રયોગ કરતાં પૂર્વે જે સાધકે પાપ અને પાપના ફળનો વિચાર કર્યો હોય, તેને તે પાપો પ્રત્યે તીવ્ર અણગમો ઉત્પન્ન થયો જ હોય છે. આથી જ તે સાધક હવે પછીના શબ્દો જ્વલંત ઉપયોગપૂર્વક બોલે છે.
શાસ્ત્રોમ વો ને રેવસિંગ ફગારો વાગો - દિવસ દરમ્યાન મેં જે કોઈ અતિચાર કર્યો - સેવ્યો હોય. તેની હું આલોચના કરું છું.
અતિચાર' શબ્દનો સામાન્ય અર્થ અતિક્રમણ અથવા ઉલ્લંઘન થાય છે. શ્રાવક
4. ગતિ રવિવાર: શાસ્ત્રમાં કોઈપણ વ્રત-નિયમના ઉલ્લંઘનની ચાર ભૂમિકા બતાવી છે :
૧ - અતિક્રમ, ૨ - વ્યતિક્રમ, ૩ - અતિચાર અને ૪ - અનાચાર. ૧. અતિક્રમઃ જે વ્રત સ્વીકાર્યું છે, તેનું ખંડન થાય તેવો વિચાર કરવો. દા. ત. કેરી ન ખાવી, આવો નિયમ લીધા બાદ ક્વચિત્ સુંદર આમ્રફળ જોતાં તેને ખાવાનો વિચાર આવવો કે ઈચ્છા થવી તે અતિક્રમ. ૨. વ્યતિક્રમઃ સ્વીકારેલા વ્રતનું ખંડન થાય તેવી વાતચીત કરવી. દા. ત. કેરી કઈ રીતે