________________
૧૪
સૂત્રસંવેદના-૩
વિશેષાર્થ :
રૂછારે સંવિદ ભવન સદં માછોઉં ? - હે ભગવંત ! ઈચ્છા વડે આપ મને આજ્ઞા આપો. હું દિવસભરના અતિચારોની આલોચના કરું ?
દેવસિક પ્રતિક્રમણમાં દ્વાદશાવર્ત વંદનથી (વાંદણાથી) ગુરુભગવંતને વંદન કર્યા પછી ગુરુના અવગ્રહમાં રહીને જ દિવસ સંબંધી જે જે અતિચારો-પાપો થયા હોય તેની આલોચના કરવા માટે નત મસ્તકે ઊભેલો શિષ્ય વિનયપૂર્વક ગુરુભગવંતને સંબોધીને પૂછે છે : “ભગવંત ! મારાથી દિવસ સંબંધી જે જે અતિચારો થયા છે, તેની આપ સમક્ષ આલોચના કરું ?'
ગાત્રોના' શબ્દ ના પૂર્વના સુન્ ધાતુમાંથી બનેલો છે. તેમાં મા એટલે મર્યાદાથી અથવા સમસ્તપણે અને સ્ટોરના એટલે પ્રકાશના; આમ, મર્યાદાપૂર્વકસમસ્તપણે ગુરુભગવંત સમક્ષ પાપ પ્રકાશિત કરવાં, તે આલોચના છે. મર્યાદાથી એટલે જે પાપો જે ક્રમથી કર્યા હોય અને જે ભાવથી કર્યા હોય તે પાપોને તે ક્રમપૂર્વક અને તે ભાવપૂર્વક યાદ કરી, ગુરુભગવંત સમક્ષ વિધિપૂર્વક પ્રકાશિત કરવાં, અને સમસ્તપણાથી એટલે થયેલ સર્વ પાપોને ક્રમે કે ઉત્ક્રમે ગુરુભગવંત પાસે કહેવાં તે આલોચના છે. દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોમાં આ પહેલા પ્રકારનું પ્રાયશ્ચિત્ત છે.
આલોચના કરતાં સાધકે ખાસ વિચારવું જોઈએ કે “મારાથી આવાં પાપો કેમ થયાં ? હું કયા કષાયને આધીન બન્યો ? હું કયા પ્રમાદને વશ થયો ? કે જેને કારણે મારાથી આ પાપોનું આસેવન થયું ? જો મારા આત્મામાંથી આ દોષ દૂર નહીં કરું તો પુનઃ પુનઃ આ પાપો મને લાગ્યા જ કરશે. તેથી આલોચના કરતાં 2. અહીં દૈવસિક તથા ઉપલક્ષણથી રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક અતિચારો પણ તે
તે સમય માટે સમજી લેવા. તેમાં દિવસ વગેરેની આલોચનામાં વ્યવહારમાં પ્રચલિત કાળમર્યાદા આ પ્રમાણે છે : દિવસના મધ્ય ભાગથી આરંભીને રાત્રિના મધ્ય ભાગ સુધી દૈવસિક, અને રાત્રિના મધ્ય ભાગથી આરંભીને દિવસના મધ્ય ભાગ સુધી રાત્રિક અતિચારોની આલોચના થઈ શકે છે. એટલે દેવસિઅ કેરાઈએ પ્રતિક્રમણ તે પ્રમાણે થઈ શકે છે. ઉત્સર્ગથી તો સૂર્યોદય પૂર્વે રાઈઅ પ્રતિક્રમણ થઈ જવું જોઈએ, અને દેવસિક પ્રતિક્રમણનું વંદિત્ત' સૂત્ર સૂર્યાસ્ત વખતે બોલાવું જોઈએ; અને પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક આલોચનાપ્રતિક્રમણ તો તે પખવાડીયું, ચાતુર્માસ કે વર્ષ પૂર્ણ થાય ત્યારે થઈ શકે છે. જ્યાં જ્યાં
દેવસિઅ” શબ્દ આવે ત્યાં તે પ્રમાણે ફેરફાર સમજવો. 3- દશ પ્રકારના પ્રાયશ્ચિત્તની વિશેષ સમજ માટે સૂત્ર સંવેદના ભા.૧માં સૂત્ર નં. ૭ જોવું. અને
તદુપરાંત આ સંબંધી વિશેષ વાતો નાણમ્મિ સૂત્ર ગાથા નં. ૭માં પણ છે.