________________
વાણંમિ દંસણમિ સૂત્ર
૩૯
ગાથા : नाणम्मि दंसणम्मि अ, चरणम्मि तवम्मि तह य वीरियम्मि । आयरणं आयारो, इअ एसो पंचहा भणिओ ।।१।। અન્વય સહિત સંસ્કૃત છાયા ? ज्ञाने दर्शने च चरणे, तपसि तथा च वीर्ये ।
आचरणं आचारः, इति एष पञ्चधा भणितः ।।१।। ગાથાર્થ :
જ્ઞાનના વિષયમાં, દર્શનના વિષયમાં, ચારિત્રના વિષયમાં, તપના વિષયમાં તથા વીર્યના વિષયમાં જે આચરણ તે જ (જ્ઞાનાદિ) આચાર છે. આ પ્રમાણે આ આચાર પાંચ પ્રકારનો છે.
વિશેષાર્થ :
'. જ્ઞાનાદિ પાંચે ગુણોને પ્રગટ કરવાના બાહ્ય તથા આંતરિક સમ્યફ પ્રયત્નને જ્ઞાનાચાર આદિ પાંચ આચારો કહેવાય છે. તે આ પ્રમાણે –
૧ - જ્ઞાનાચારઃ જેના દ્વારા આત્મકલ્યાણનો માર્ગ જાણી શકાય, મોક્ષમાર્ગના ઉપાયોનો બોધ થાય, તે જ્ઞાન છે. આ જ્ઞાનગુણને પ્રગટ કરવા અને પ્રગટેલા તે ગુણમાં વૃદ્ધિ કરવા માટે જે બાહ્ય અને અંતરંગ આચરણ (પ્રવૃત્તિ) કરાય તેને જ્ઞાનાચાર કહેવાય છે.
૨ - દર્શનાચાર ઃ તત્ત્વભૂત પદાર્થની યથાર્થ રુચિ અથવા શ્રદ્ધા, તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન ગુણને પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયેલા આ ગુણને વધુ નિર્મળ કરવા માટેની જે આચરણાઓ તે દર્શનાચાર છે. 1. શાયરે મનેન તિ જ્ઞાનમ્ - જેના વડે જણાય તે જ્ઞાન. જ્ઞાનના મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ
અને કેવળજ્ઞાન એમ પાંચ ભેદ છે, તોપણ અહીં એ પાંચમાંથી “શ્રુત'નું ગ્રહણ કરવાનું છે; કેમ કે શ્રુતજ્ઞાન માટે જ કાલ, વિનયાદિ સાચવવારૂપ પ્રયત્ન કરી શકાય છે. જોકે “શ્રુતજ્ઞાન' જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થનારો ગુણ છે, તોપણ આ ક્ષયોપશમ શાસ્ત્ર દ્વારા
થાય છે, માટે કારણમાં કાર્યનો ઉપચાર કરી શાસ્ત્રઅધ્યયનને શ્રુતજ્ઞાન કહેવાય છે. 2. તત્ત્વાર્થશ્રદ્ધાનું સગર્શનમ્
- તત્ત્વાર્થ. ૧-૨