________________
સૂત્રસંવેદના-૩ .
3
૩ - ચારિત્રાચાર : સાવઘ પ્રવૃત્તિઓનો દેશથી કે સર્વથી ત્યાગ કરી, નિરવદ્ય પ્રવૃત્તિપૂર્વક આત્મભાવમાં સ્થિર થવાનો જે પ્રયત્ન તે ચારિત્ર છે, અને આ ચારિત્રગુણના પાલન અને વર્ધન માટેની જે આચરણાઓ તે ચારિત્રાચાર છે. ૪ તપાચાર : જેનાથી રસાદિ ધાતુઓ અથવા કર્મ તપે તેને તપ કહેવાય છે. કહ્યું છે કે, ‘તપસા નિર્બરા ચ’“ તપથી કર્મની નિર્જરા (અને સંવ૨) થાય છે. આ તપગુણના પાલન અને તેની વૃદ્ધિ માટે બાર પ્રકારના તપમાં કરાતું આચરણ તે તપાચાર છે. તપાચાર એ ચારિત્રની જ આંતર ભૂમિકારૂપ છે.
४०
-
૫ - વીર્યાચાર : જીવનું સામર્થ્ય, આત્માનું બળ કે શક્તિને વીર્ય કહેવાય છે. આ વીર્યનું શક્તિ ઉપરાંત પણ નહિ અને શક્તિથી ન્યૂન પણ નહિ અર્થાત્ યથાશક્તિ જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોમાં પ્રવર્તન તે વીર્યાચાર છે.
આ પાંચે આચારોનું પાલન, જ્ઞાનાદિ પાંચે ગુણોની વૃદ્ધિ કરે છે. વળી પંચાચારના પાલન વગર મેળવેલા તે તે ગુણો આત્મકલ્યાણકારી બની શકતા નથી. આથી અહીં આચાર શબ્દથી માત્ર દ્રવ્યાચાર નહિ, પણ સાથે ભાવાચાર પણ લેવાના છે.
શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ તથા પ્રતિક્રમણહેતુગર્ભ સજ્ઝાયમાં જણાવ્યું છે કે, ‘આ પંચાચારની વિશુદ્ધિ માટે શ્રાવકે ઉભય ટંક પ્રતિક્રમણ કરવું' આથી મોક્ષાર્થી જીવે મોક્ષના ઉપાયભૂત આ આચારોના પાલનમાં અવશ્ય યત્ન કરવો જોઈએ.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
“પરમકૃપાળુ પરમાત્માએ કેટલો મોટો ઉપકાર કર્યો છે ! તેમણે મને મારું શુદ્ધ સ્વરૂપ કેવું હોય તે પણ જણાવ્યું અને ત્યાં સુધી પહોંચવાનો ઉત્તમ માર્ગ પણ બતાવ્યો. અનાદિકાળથી આવરાઈ ગયેલી મારી ગુણસંપત્તિને પ્રગટ કરનારા આ પંચાચારનું પાલન કરી હવે તો મારે ભવભ્રમણનો અંત લાવવો જ છે. હે પ્રભુ ! શક્તિ હોવા છતાં મારાથી પંચાચારનું પાલન ન થયું હોય કે તેમાં ભૂલો થઈ હોય તો તેને સુધારવાની મને શક્તિ આપજો"
૩. તાવ્યો રસાવિદ્યાતવઃ ર્માળ વા અનેનેતિ તપઃ । 4 - તત્ત્વાર્થ અ. ૯, સૂ. ૩
- ધર્મસંગ્રહ ભા-૨