________________
તાસંમિ દંસણમિ સૂત્ર
૪૧
અવતરણિકા :
.
પાંચ પ્રકારના આચારમાં પ્રથમ જ્ઞાનાચાર વર્ણવે છે -
ગાથા :
काले विणए बहुमाणे, उवहाणे तह अनिण्हवणे ।
વિંગ-ન્જિતકુમા, સવિદો નાપામાયારો ા૨ાા અન્વય સહિત સંસ્કૃત છાયા :
काले विनये बहुमाने, उपधाने तथा अनिह्नवने ।
એનાર્થત૬મયેષુ, વિધ: જ્ઞાનાવર: નારા . ગાથાર્થ :
શાસ્ત્રમાં નિયત કરેલા સમયે, ગુર્નાદિના વિનયપૂર્વક, અંતરંગ બહુમાનપૂર્વક, તપાદિ(ઉપધાનીપૂર્વક, જ્ઞાનદાતા ગુરુને છુપાવ્યા વગર, સૂત્રના શુદ્ધ ઉચ્ચારણપૂર્વક, અર્થની વિચારણાપૂર્વક, શબ્દ અને અર્થ ઉભયની શુદ્ધિપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરવો તે આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. વિશેષાર્થ :
સર્વજ્ઞકથિત શાસ્ત્રના આધારે વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવું તે જ્ઞાન છે, અને આ જ્ઞાનને મેળવવા જે શુભ આચરણ કરવામાં આવે છે, તેને જ્ઞાનાચાર કહેવાય છે. તેના આઠ પ્રકારો નીચે મુજબ છે
૨. રાત્રે - કાળના નિયમને અનુસરવા વિષયક “કાલ' નામનો પ્રથમ જ્ઞાનાચાર છે. :
કોઈપણ કાર્યની સિદ્ધિમાં કાળ એ પણ એક મહત્ત્વનું કારણ છે. આથી જ્ઞાનપ્રાપ્તિ માટે શાસ્ત્રમાં જે સમય સૂચિત કર્યો છે, તે સમયે જ તે તે શાસ્ત્રનો અભ્યાસ કરવો તે કાળવિષયક પ્રથમ જ્ઞાનાચાર છે. કાળમર્યાદા સાચવીને શાસ્ત્રાભ્યાસ કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે અને આ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે.