________________
૪૨.
સૂત્રસંવેદના-૩
જ્ઞાનપ્રાપ્તિ માટે જેમ કયા સમયે ભણવું એ કાળમર્યાદા છે, તેમ બીજી પણ અનેક કાળમર્યાદાઓ છે. જેમ કે શાસ્ત્રાનુસારે જ્ઞાનોપાસનાનો સમય થયો હોય, તે જ સમયે પોતાના વડીલ કે સહવર્તી વ્યાધિગ્રસ્ત હોય અને સેવાની જરૂર હોય, ત્યારે સેવાની ઉપેક્ષા કરીને જ્ઞાનોપાસના કરવી તે જ્ઞાનોપાસના માટે અકાળ કહેવાય છે. તે વેળાએ ભણવાથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે, અને ત્યારે ગ્લાનની (માંદી વ્યક્તિની) સેવા કરવાથી પણ જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે.
આ રીતે કયા સમયે પોતાનું શું ઔચિત્ય છે, તેનો વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્રજ્ઞાન માટે યત્ન કરનાર આ આચારનું યથાર્થ પાલન કરી શકે છે, અને પરિણામે પોતાના જ્ઞાનગુણની વૃદ્ધિ પણ કરી શકે છે.
અહીં એ ખાસ ધ્યાનમાં રાખવું કે અકાળે ભણવાથી જેમ દોષ છે, તેમ જ્ઞાનાભ્યાસના સમયે ન ભણવું, પ્રમાદ કરવો કે ભણેલું ભૂલી જવું તે પણ જ્ઞાનાચારવિષયક અતિચાર છે.
૨. વિપI - વિનયપૂર્વક ભણવું તે વિનય' નામનો જ્ઞાનનો બીજો આચાર છે. વિનયનો સામાન્ય અર્થ છે નમ્રતા, અને વિશેષ અર્થ છે કર્મનો ક્ષય કરાવે તેવો યોગ્ય વ્યવહાર
જ્ઞાનની, જ્ઞાની ગુરુભગવંતની, જ્ઞાનના સાધનભૂત પુસ્તક, પેન આદિ ઉપકરણોની, અને જ્ઞાનાભ્યાસ કરનાર સહવર્તીની ભક્તિ કરવી અને કોઈપણ રીતે તેમની આશાતના ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો; જેમ કે ગુરુભગવંત આવે ત્યારે સામે જવું, તેમને બેસવા આસન આપવું, પગ ધોવા, વિશ્રામણા કરવી, વંદન કરવું, તેમના આદેશને પાળવા તત્પર રહેવું વગેરે આચરણાઓ તે “વિનય' નામનો બીજો આચાર છે. પુસ્તકાદિને સાચવીને અને બહુમાનપૂર્વક લેવાં મૂકવાં, અપવિત્ર સ્થાનમાં લઈ ન જવાં, તેની ઉપર આહાર-નિહાર ન કરવાં, તેને જ્યાં ત્યાં ફેંકી ન દેવાં વગેરે જ્ઞાનનાં સાધનોનો વિનય છે. વળી જ્ઞાનીને યોગ્ય અનુકૂળતાઓ કરી આપવી તે વગેરે જ્ઞાનીનો વિનય કહેવાય. 5. અકાળ : સૂર્યોદય પહેલાંની, સૂર્યાસ્ત પછીની તથા મધ્યાહ્નની ૪૮ મિનિટ કાળવેળા ગણાય
છે. આ સમયમાં શાસ્ત્રાભ્યાસ કરાતો નથી. આ સિવાય પણ આગમાદિના અભ્યાસ માટે જે અકાળ ગણાય છે, તેની વિશેષ સમજ ગુરુગમથી મેળવી, શાસ્ત્ર અધ્યયન કરનારે કાળ
મર્યાદા ખાસ જાળવવી. 6. વિનીય સિયતે નષ્ટપ્રારં વર્માનેનેતિ વિનય: |
गुरोर्ज्ञानिनां ज्ञानाभ्यासिनां ज्ञानस्य ज्ञानोपकरणानां च पुस्तक-पृष्ठक-पत्र-पट्टिका-कपरिका-उलिकाटिप्पनक-दस्तरिकादीनां सर्वप्रकारैराशातनावर्जनभक्त्यादिर्यथार्ह कार्यः ।
- આચાર પ્રદીપ