________________
વાણંમિ દંસણમિ સૂત્ર
૪૩
આ આચારનું પાલન કરવાથી જ્ઞાનના અજીર્ણ સમાન માન દોષની વૃદ્ધિ થતી નથી, પરંતુ જેમ જેમ શાસ્ત્રાભ્યાસ વધે છે, તેમ તેમ તે જીવ વધુ ને વધુ નમ્ર બને છે, વિનયી બને છે અને આવા જીવને યોગ્ય જાણી પ્રસન્ન થયેલા ગુરુ પણ મન મૂકીને તેને શાસ્ત્રજ્ઞાન કરાવે છે. આ રીતે આ આચારના પાલનથી જ્ઞાનગુણની વૃદ્ધિ થાય છે, જ્યારે વિનયનું પાલન નહિ કરનાર ઉદ્ધત શિષ્યને ગુરુદ્વારા જ્ઞાન મળતું નથી અને મળ્યું હોય તો પચતું નથી, માટે “વિનય' નામના આચારનું પાલન ન કરવું તે જ્ઞાનાચારવિષયક અતિચાર છે.
રૂ. વઘુમા - જ્ઞાન, જ્ઞાનનાં સાધનો તથા જ્ઞાની પુરુષો પ્રત્યે હૃદયમાં પ્રીતિ હોવી એ “બહુમાન' નામનો ત્રીજો જ્ઞાનાચાર છે.
જ્ઞાની ગુરુભગવંતો આદિને જોઈ “આ મારા કરતાં મહાન છે. આ જ ભવસાગરથી ઉગારનાર છે.” એમ માની ઊછળતા હૈયે તેમની ભક્તિ કરવાનો અંદરનો ભાવ, તથા જ્ઞાનનાં સાધનો અને જ્ઞાનગુણ પ્રત્યે અંતરંગ પ્રીતિ હોવી, તે જ્ઞાનના વિષયમાં બહુમાન' નામનો આચાર છે, અને જ્ઞાન તથા જ્ઞાનીના બહુમાન વગર ભણવું એ જ્ઞાનાચારનો અતિચાર છે.
બાહ્યથી વિનય સારો હોય, પસ્તુ જ્યાં સુધી જ્ઞાની પુરુષો પ્રત્યે અંદરમાં બહુમાનનો પરિણામ ન હોય ત્યાં સુધી જ્ઞાનપ્રાપ્તિમાં વિઘ્ન કરનારાં કર્મોનો નાશ થઈ શકતો નથી. આથી બાહ્ય વિનય સાથે જ્ઞાની પ્રત્યે અંતરંગ બહુમાનનો પરિણામ પણ જ્ઞાનગુણની પ્રાપ્તિ માટે અતિ જરૂરી છે. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેના બહુમાન વિના શાસ્ત્રાભ્યાસ કરનારનું જ્ઞાન આત્મિક સુખ પ્રાપ્ત કરાવી શકતું નથી. આથી બહુમાન” નામના આચારના અભાવને અથવા વિપરીત આચારને જ્ઞાનાચારનો અતિચાર કહેવાય છે.
૪. સવદાઇ - શાસ્ત્રના અભ્યાસ માટે કરાતા તપને ઉપધાન કહેવાય છે, જે “ઉપધાન” નામનો જ્ઞાનનો ચોથો આચાર છે.
જે ક્રિયાથી આત્મા જ્ઞાનપ્રાપ્તિનો અધિકારી બની જ્ઞાનને અભિમુખ બને અથવા જ્ઞાનપરિણતિને યોગ્ય બને, તેવી તપાદિની ક્રિયાને ઉપધાન કહેવાય છે.
વિગઈવાળો આહાર અને વારંવાર ગ્રહણ કરાતો આહાર મનમાં વિકૃતિ પેદા કરે છે અને ઇન્દ્રિયોને ચંચળ કરે છે. મન અને ઇન્દ્રિયોની આવી અવસ્થામાં થતો
1. વહુમાનજી મુખ્યન્તઃ પ્રતિકૃતિવન્યઃ . .
- આચાર પ્રદીપ