________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
૨૯
તરી રહ્યા છે. આવા શ્રુતજ્ઞાનના વિષયમાં આગળ જણાવેલી જે કોઈ આશાતના થઈ હોય તેની આલોચના આ “સુર” શબ્દ દ્વારા કરવાની છે.
આ “સુરપદે શ્રુતજ્ઞાન માટે છે, તોપણ આવશ્યકનિયુક્તિમાં જણાવ્યું છે કે તેના ઉપલક્ષણથી અહીં મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાન ગ્રહણ કરવાનાં છે. મતિજ્ઞાન આદિ પાંચે જ્ઞાનના વિષયમાં અશ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા વગેરે કાંઈ પણ થયું હોય તો તે જ્ઞાનના વિષયમાં અતિચાર છે.
સામાફ - સામાયિકના વિષયમાં,
સામાયિક શબ્દથી અહીં સમ્યકત્વ સામાયિક અને ચારિત્ર સામાયિક, બંનેને ગ્રહણ કરવાનાં છે. “સુણ' શબ્દથી સમ્યજ્ઞાન અને “સામા' શબ્દથી સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર, આમ આ બે શબ્દ દ્વારા મોક્ષના કારણરૂપ રત્નત્રયી ગ્રહણ થઈ જાય છે, અને તે વિષયમાં સેવાયેલા દોષોનું આલોચન આ પદ દ્વારા કરવાનું છે. તે દોષો કેવા પ્રકારના હોય તેનું વર્ણન પૂર્વે હંસો અને વરિત્તારિત્તે પદોમાં થઈ ગયું છે.
હવે વિશેષરૂપે ભિન્ન ભિન્ન પ્રકારે ચારિત્રવિષયક અતિચારો બતાવે છેતિર્ધ્વગુત્તીvi - ત્રણ ગુપ્તિનું (જે કોઈ ખંડન કે વિરાધન થયું હોય તેનું “મિચ્છા મિ દુક્કડ')
આત્મ-અહિતકર પ્રવૃત્તિથી નિવૃત્ત થવું અને આત્મ-હિતકર પ્રવૃત્તિમાં જોડાવું એ વ્યવહારથી ચારિત્ર છે, અને નિશ્ચય નયથી સ્વભાવમાં સ્થિરતા કે આત્મામાં રમણતા તે ચારિત્ર છે. આવા ચારિત્રના યથાયોગ્ય પાલન માટે મુનિભગવંતોએ સદા અને શ્રાવકોએ સામાયિક, પૌષધના કાળ દરમ્યાન, મન, વચન, કાયાના ગોપનરૂપ ગુપ્તિમાં રહેવું જોઈએ. જરૂ૨ વિના હાથ-પગનું હલન-ચલન, વાણીનો વ્યવહાર કે
16. શ્રુતવિષયક કેવા કેવા પ્રકારની આશાતના થાય છે, તેની સમજ “નાને' પદની વ્યાખ્યામાં તથા
“નાન્નિ' સૂત્રમાં આપેલ છે. 17. ‘સુપ' ત્તિ કૃવિષય:, શ્રુતપ્રદ મત્યવિજ્ઞાનોપરુક્ષ, તત્ર વિપરીતરૂિ૫TI, મારુસ્વા
ધ્યાયવિરતિવાર: સાહિત્ સંખ્યત્વસામયિવરિત્રઃ | - આવશ્યનિર્યુક્તિ 18- ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, પાંચ મહાવ્રત આદિનું વિશેષ વર્ણન “સૂત્ર-સંવેદના' ભાગ-૧,
સૂત્ર-રમાંથી જોવું.