________________
સૂત્રસંવેદના-૩
શ્રાવક ભલે ગમે તેટલી પાપપ્રવૃત્તિનો ત્યાગ કરે, સામાયિક કરે, પૌષધ કરે, ચૌદ નિયમો ધારે કે બાર વ્રતનો સ્વીકાર કરે, તોપણ તેનું ચારિત્ર સર્વવિરતિની અપેક્ષાએ તો એક અંશરૂપ હોઈ તેને દેશવિરતિ ચારિત્ર જ કહેવાય છે. સાધુની દયા ૨૦ વસાની જ્યારે શ્રાવકની માત્ર સવા વસાની હોય છે. દેશવિરતિ ચારિત્રનો સ્વીકાર કરનાર શ્રાવકે જયણાપ્રધાન જીવન જીવવું જોઈએ. બોલતાં, ચાલતાં, ખાતાં-પીતાં, કોઈપણ ક્રિયા કરતાં પોતાનાથી ખોટી હિંસા ન થઈ જાય, તેની સતત કાળજી રાખવી જોઈએ. આવી કાળજી રાખવા છતાં કોઈકવાર ઉપયોગના અભાવને કારણે કે પ્રમાદાદિ દોષોના કારણે દિવસ દરમ્યાન થયેલાં કાર્યોમાં જ્યાં જ્યાં જયણાનું લક્ષ્ય ન રખાયું હોય, બિનજરૂરી હિંસાથી બચવા માટે કાળજી ન રખાઈ હોય કે એકથી બાર પૈકીનાં જે વ્રતો જે સ્વરૂપે સ્વીકાર્યા હોય, તે વ્રતોમાં નાના મોટા જે પણ કોઈ દોષ લાગ્યા હોય તે સર્વ દેશવિરતિના વિષયમાં અતિચાર છે.
અહીં એટલું ખાસ ધ્યાનમાં લેવું કે આ “વરિત્તારિત્તે' શબ્દના સ્થાને મહાવ્રતધારી શ્રમણ ભગવંતો રિ’ શબ્દ બોલે છે; કેમ કે, તેઓએ સર્વ પ્રકારની પાપપ્રવૃત્તિના વિરામરૂપ સર્વવિરતિનો - પૂર્ણ ચારિત્ર ઘર્મનો સ્વીકાર કરેલ છે.
દેશચારિત્રના વિષયમાં જે જે અતિચારો લાગ્યા હોય તેનું વિશેષ વર્ણન સૂત્રકાર આગળ ‘પંવષ્ટમપુત્રયા' આદિ પદો દ્વારા કરવાના છે. અહીં તો વરિત્તારિત્તે શબ્દથી સંગ્રહરૂપે સામાન્યથી દેશચારિત્રના અતિચારોનું આલોચન છે.
આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રવિષયક લાગેલા અતિચારોની આલોચના કરી. હવે તે રત્નત્રયીને ભેદથી એટલે કે જુદા પ્રકારોથી યાદ કરી તેના અતિચારોની આલોચના કરે છે
સુર સામા - શ્રુતના વિષયમાં અને સામાયિકના વિષયમાં. સુર - શ્રુતજ્ઞાનના વિષયમાં,
ગુરુગમથી કે શાસ્ત્રાભ્યાસથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેને શ્રુતજ્ઞાન કહેવાય છે. જૈનશાસનની અવિચ્છિન્ન પરંપરા ચાલુ રાખવામાં આ શ્રુતજ્ઞાન એક વિશિષ્ટ સાધન છે. ભગવાનની ગેરહાજરીમાં ભગવાન દ્વારા ઉચ્ચારાયેલા અને ગણધરો દ્વારા સૂત્રરૂપે ગૂંથાયેલા આ કૃતના સહારે આજે પણ અનેક જીવો સંસારસાગર 15. મધુના પેરેન વ્યવહે - જ્ઞાન, દર્શન, ચારિત્રને હવે ભેદથી એટલે પેટા પ્રકારોથી, જેમ કે જ્ઞાન સંબંધી કથન થઈ ગયું. હવે શ્રુતજ્ઞાન કહે છે.
- આવશ્યકનિર્યુક્તિ