________________
સૂત્રસંવેદના-૩
પણ વિગઈઓ છે, જે મહાવિગઈ તરીકે ઓળખાય છે. પ્રત્યેક સાધકે તેનો સર્વથા સદા માટે ત્યાગ કરવો જોઈએ.
૭૨
વિગઈઓ એ જીભને ખૂબ અનુકૂળ આવે તેવી વસ્તુ છે. વિગઈનો સ્પર્શ થતાં કે ક્યારેક તો માત્ર તેને જોતાંવેંત જીભ લોલુપી બની જાય છે. બેકાબુ બનેલી આ રસના ઘણીવાર વિવેક ચુકાવી દે છે અને અધિક આહાર કરાવી પેટ અને મનને બગાડે છે. વળી વિગઈઓનું સેવન કરવાથી શરીર અને ઇન્દ્રિયો પુષ્ટ થાય છે, જેના પરિણામે શ૨ી૨, મન અને પાંચે ઇન્દ્રિયો પોત પોતાના વિષયોમાં વિશેષ પ્રકારે પ્રવૃત્તિ કરે છે. અનાદિના અભ્યાસના કારણે વિષયોમાં થતી પ્રવૃત્તિ જીવમાં રાગાદિ ભાવો અને તેના વિકારો ઉત્પન્ન કરે છે. વિકૃત થયેલી ઇન્દ્રિયો અને મન જીવને કર્મબંધ કરાવી દુર્ગતિમાં લઈ જાય છે. આથી શાસ્ત્રકારો તો વિગઈને જ વિકૃતિ કહે છે. વેશ્યાનો સહવાસ જેમ જીવનને પાયમાલ કરે છે, તેમ વેશ્યા સમાન વિગઈનો સહવાસ પણ સાધકના જીવનને પાયમાલ કરે છે. દુર્ગતિથી ડરનારો જે સાધુ વિગઈને અથવા વિગઈથી બનેલા પદાર્થએ ખાય છે તેને વિકૃતિ ક૨વાના સ્વભાવવાળી વિગઈ બળાત્કારથી દુર્ગતિમાં લઈ જાય છે. આ સર્વ વાતોનું વિશેષ ચિંતન કરી શક્ય પ્રયત્ને સાધુ અને શ્રાવકે વિગઈઓનો ત્યાગ કરી અવશ્ય રસત્યાગ તપ કરવો જોઈએ.
46
ઉપરોક્ત ચારેય તપ આહારના નિયંત્રણ માટે છે. આહારના નિયંત્રણથી રસના પર વિજય પ્રાપ્ત થાય છે. તેનાથી અન્ય ઇન્દ્રિયો પર પણ વિજય પ્રાપ્ત કરી શકાય છે. ઇન્દ્રિયના વિજયથી કષાયનો વિજય અને પરિણામે કર્મનો ક્ષય અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રીતે ચારેય તપો મોક્ષ સાથે સંકળાયેલા છે.
૬. હ્રાય-વિસો - કાયાને કષ્ટ આપવું (કાયાથી સહન કરવું).
જેનાથી કાયાને કષ્ટ થાય તેવી કર્મક્ષય માટે કરાતી પ્રવૃત્તિને ‘કાયક્લેશ’ તપ કહેવાય છે. કાયાને સહનશીલ બનાવવા ભગવાનની આજ્ઞા મુજબ વીરાસન, પદ્માસન આદિ આસનોનું સેવન ક૨વું, આતાપના લેવી, કેશનો લોચ કરવો, ખુલ્લા પગે વિહાર કરવો, જિનમુદ્રા આદિ મુદ્રામાં રહી વિવિધ પ્રકારની ક્રિયાઓ
46- विगई विगईभीओ विगइगयं जो उ भुंजए साहू ।
વિરૂં વિશસહાવા, વિદું વિશદું વા નેફ ।।।। - પચ્ચક્ખાણ ભાષ્ય ગા.-૪૦ નિશિથભાષ્ય ગા. ૧૬૧૨