________________
નારંમિ દંસણમિ સૂત્ર કરવી, સુધા-પિપાસા, રોગ આદિ પરિષદોને શાંતિથી સમભાવે સહેવા, તે કાયક્લેશ તપ છે.
શરીરના મમત્વથી મુક્ત થવું અને યોગમાર્ગમાં વિશેષથી પ્રવૃત્ત થવું, એ આ તપનો હેતુ છે. તેથી શરીરને સ્વસ્થ રાખવા, સ્નાયુઓને મજબૂત બનાવવા જે યોગાસનો વગેરે કરવામાં આવે છે, તેનો સમાવેશ આ તપમાં થઈ શકતો નથી. આ તપમાં તો, કર્મોદયથી ગમે તેવી પીડા કે આપત્તિ આવે તોપણ સમભાવ (સમાધિ) ટકાવી રાખી, કર્મનિર્જરા વગેરે થઈ શકે તે ભાવનાથી કાયાને કસવાનો અને કર્મના ઉદય વિના પણ કષ્ટ ઊભાં કરી આનંદપૂર્વક સહન કરવાનો હેતુ સમાયો છે.
આ તપનું વારંવાર સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. મુખ્યતયા તો કાયા નિયંત્રણમાં રહે છે, કાયાના નિયંત્રણથી મન પણ આપોઆપ નિયંત્રણમાં આવે છે અને કાયા અને મનના નિયંત્રણથી પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક થઈ શકે છે, સ્વજીવનમાં થયેલા આ ફાયદાથી અન્યને પણ શુભ ભાવો ઉત્પન્ન કરાવવા દ્વારા ઉપકારક છે; કેમ કે ઉપયોગપૂર્વક ક્રિયા કરનાર મહાત્માઓનાં દર્શનથી ભદ્રિક અને વિવેકી આત્માના અંતરમાં ક્રિયાવાન અને ક્રિયા પ્રત્યે બહુમાનભાવ પ્રગટે છે.
વળી, “શરીરને અનુકૂળ હોય તેમ જ વર્તવું' આવી કુટેવના કારણે, શરીરને અનુકૂળ સામગ્રીમાં રાગ અને પ્રતિકૂળ સામગ્રીમાં દ્વેષ થઈ જ જાય છે; પરંતુ કાયક્લેશ દ્વારા જ્યારે સહન કરવાની ભાવના પ્રગટે છે, વિવિધ ક્રિયા દ્વારા શરીરનું મમત્વ ઘટે છે, ત્યારે રાગ-દ્વેષના ભાવથી પર થઈ સમતા સાંધી શકાય છે.
ઉપરછલ્લી દૃષ્ટિએ લોન્ચ કરાવવામાં કે કાયક્લેશ તપની અન્ય ક્રિયાઓમાં કષ્ટ અને પીડા દેખાય છે, તો પણ વાળની સાચવણી માટે જે પાણી વગેરેના જીવોને પીડા અપાય છે, જીભના સ્વાદ માટે વનસ્પતિના જીવોનો જે વિનાશ કરાય છે, એની તુલનામાં આ પીડા કાંઈ જ નથી અર્થાતુ આમાં વિષયો દેહાદિ પ્રત્યે નિર્મમભાવ કેળવી સ્વ-ભાવપ્રાણની રક્ષાની સાથોસાથ સામા જીવોની દયાનો ભાવ પણ રહેલો છે.
અહીં એ ખાસ ધ્યાનમાં લેવું કે માત્ર કષ્ટ સહન કરવું પડે તે “કાયક્લેશ” તપ નથી, પણ કર્મક્ષયના હેતુથી ભગવાનની આજ્ઞા સમજીને સ્વેચ્છાપૂર્વક કષ્ટ સહન કરવામાં આવે, એ “કાયક્લેશ” તપ છે.