________________
૭૪
६. संलीणया य
=
સૂત્રસંવેદના-૩
-
અને સંલીનતા.
અનર્થકારી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી મોક્ષમાર્ગને અનુકૂળ પ્રવૃત્તિઓમાં સ્થિર થવું એ ‘સંલીનતા’ નામનો બાહ્ય તપ છે.
અથવા
ઇન્દ્રિય, કષાય અને યોગોને મોહના માર્ગથી પાછાં વાળી, મોક્ષના માર્ગમાં સ્થિર કરવાં, ઇન્દ્રિયાદિનું સમ્યક્ પ્રકારે ગોપન કરવું, તેનું નામ ‘સંલીનતા’ નામનો તપ છે.
,47
૧
ઇન્દ્રિયસંલીનતા : પોતાને આનંદ આપનાર શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શમાં પ્રવર્તતી ઇન્દ્રિયોને પ્રભુનાં વચનોનો સહારો લઈ રોકવી, અથવા ઇન્દ્રિયોને અનુકૂળ વિષયમાં રાગ અને પ્રતિકૂળ વિષયમાં દ્વેષ ન થવા દેવો પણ સમભાવ રાખવો, તે ઇન્દ્રિયસંલીનતા છે.
48
જોકે સંસારી જીવો માટે સર્વથા ઇન્દ્રિયરોધ શક્ય નથી, તો પણ પ્રારંભમાં અપ્રશસ્ત માર્ગમાં પ્રવર્તતી ઇન્દ્રિયોને પ્રશસ્ત માર્ગમાં વાળવી શક્ય છે, અને ત્યારબાદ વૈરાગ્યાદિ ભાવોથી આત્માને ભાવિત કરી, શબ્દાદિ વિષયોમાં ઉદાસીન ભાવે રહેવું સાધક માટે શક્ય અને સ૨ળ બની શકે છે.
૨ - કષાયસંલીનતા ઃ શુભ ભાવના દ્વારા ઉદયમાં આવેલા કષાયોને નિષ્ફળ કરવા અને પુન: કષાયો ઉદયમાં જ ન આવે તેવા ચિત્તનું નિર્માણ કરવું તે કષાયસંલીનતા છે.
આ કષાય સંલીનતા તપની આરાધના કરવા ઈચ્છતાં સાધકે વિચારવું કે, “આ જગતમાં જે કોઈ દુઃખો જોવા મળે છે, તેનું કારણ ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયો છે. અને જ્યાં આંશિક પણ સુખ કે શાંતિ જોવા મળે છે, તેનું કારણ ક્ષમા,
47 - સંછીનસ્ય - સંવૃત્તસ્ય ભાવ: સંહીનતા । - ઇન્દ્રિયો તથા કષાયો અને યોગાદિ ઉપર જય મેળવવા માટે શરીરાદિનું સંગોપન કરવું તે સંલીનતા છે.
द्रव्यतः संलीनता विविक्तशयनासनता इत्यर्थः ।
- આચાર પ્રદીપ
भावतः संलीनता मनोवाक्कायरूपयोगकषायइन्द्रियसंवृत्तताना । 48 - ઇન્દ્રિયસંલીનતા - યોગાવિિિરન્દ્રિય: શવિવુ સુન્વોતરેપુરા દેવાદરમિન્દ્રિયસંત્ઝીનતેતિ ।
- દ. વૈ. હારિભદ્રીય વૃત્તિ