________________
વાણંમિ દંસણમિ સૂત્ર
૭૫
નમ્રતા, સરળતા, સંતોષ, આદિ ગુણો છે. મારે પણ જીવનમાં સુખ-શાંતિ જોઈતી હોય, તો કર્મના ઉદયે ગમે તેવા સંયોગો મળે, તેમાં કષાયોને સ્થાન આપ્યા વિના ક્ષમાદિ ગુણોને વિકસાવવા યત્ન કરવો જોઈએ; તો જ કુસંસ્કારો નાશ પામશે, વર્તમાન સુધરશે અને ઉજળા ભાવિનું સર્જન થશે.
૩ - યોગસંલીનતા ઃ અશુભ સ્થાનમાં જતા મન, વચન, કાયાના યોગોને અટકાવી તેમને શુભ વ્યાપારમાં જોડવા, અથવા મોક્ષમાર્ગની સાધના માટે જે સમયે જે ઉચિત હોય તે કુશલયોગમાં-મોક્ષસાધક કાર્યમાં ત્રણે યોગોને પ્રયત્નપૂર્વક સ્થિર કરવા, તે “યોગસંલીનતા નામનો તપ છે.
ઇન્દ્રિય, કષાય અને યોગની સંલીનતા સાધુએ અવિરતપણે કરવાની છે, અને શ્રાવકોએ પણ યોગ્ય સમયે આ તપ કરવાનું ચૂકવાનું નથી; કેમ કે આ ત્રણની સંલીનતાથી મોક્ષમાર્ગ ઉપર સરળતાપૂર્વક આગળ વધી શકાય છે.
૪ – વિવિક્તચર્યા સંલીનતા ઃ સ્ત્રી, પશુ કે નપુંસક આદિથી રહિત એકાંત સ્થાનમાં શયન, આસન અને નિવાસ રાખી, પૌષધમાં રહેલા સુદર્શનશેઠની જેમ જ્ઞાનાદિની આરાધનામાં લીન થવા યત્ન કરવો, તે સંલીનતા તપનો વિવિક્તચર્યા' નામનો ચોથો પ્રકાર છે.
આ ચાર પ્રકારની સંલીનતામાં ઇન્દ્રિય, કષાય અને યોગની સંલીનતા : તે ભાવ સંલીનતા છે, અને વિવિક્તચર્યા એ દ્રવ્ય સંલીનતા છે.
શક્તિ હોવા છતાં ઉપરોક્ત સર્વ પ્રકારની સંલીનતામાં યત્ન ન કરવો તે તપાચારમાં અતિચારરૂપ છે.
વો તવો દોર્ડ - આ છ પ્રકારનો) બાહ્ય તપ છે. અણસણ આદિ છએ બાહ્ય તપ એક એકથી ચઢિયાતા છે. પ્રતિજ્ઞા કરીને આહારના ત્યાગરૂપ અણસણ તપ હજુ સહેલો છે, પણ આહારની છૂટ હોય, પેટ ભરાય તેટલો આહાર સામે હોય છતાં ભાણે બેસી ઊણા રહેવારૂપ ઊણોદરી તપ કરવો અઘરો છે. તેમાં પણ અનેક આઈટમો સામે હોય છતાં અમુક દ્રવ્ય લઈ બીજા દ્રવ્યનો ત્યાગ કરવો વધુ અઘરો છે. અમુક દ્રવ્યમાં પણ જે મિષ્ટ ભોજન, રસપ્રદ
49. યોગસૂલીનતા - સા પુનર્મનોયો વીનામાનાં નિરોધ: સુશાસ્ત્રીનામુવીર મિચેવમ્ |
- દ. વૈ. હારિભદ્રીય વૃત્તિ