________________
૭૬
સૂત્રસંવેદના-૩
ભોજન હોય તેનો ત્યાગ કરી નિરસ આહાર કરવા રૂપ રસત્યાગ વધુ કપરો છે.
ઇન્દ્રિયોની અસક્તિ ઘટાડવા પ્રથમના ચાર તપ કરવા કરતાં પણ શરીરની મમતાથી મુક્ત થવા વિવિધ આસનો અને કષ્ટદાયક લોચાદિની જે અનેક ક્રિયાઓ રૂપ કાયક્લેશ તપ કરાય છે, તે વધુ કપરો છે. તેનાથી આગળ વધી ઇન્દ્રિયો, કષાયો અને મન, વચન, કાયાના યોગોને નિયંત્રણમાં રાખવારૂપ સંલીનતા સૌથી વધારે કઠિન છે. આ સંલીનતા તપ પ્રાયશ્ચિત્ત આદિ અત્યંતર તપનું પ્રવેશ દ્વાર છે; કેમ કે તેના દ્વારા અંતર્મુખ બનવાનો પ્રયાસ ચાલુ થાય છે. આ
છએ પ્રકારનો બાહ્ય તપ અત્યંતર તપ માટે અતિ ઉપકારક છે. આથી અત્યંતર તપ દ્વારા આત્મશુદ્ધિના ઇચ્છુક સર્વ મુમુક્ષુઓએ આ છએ તપમાં વિશેષ યત્ન કરવો જોઈએ.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે, “અનાદિકાલીન આહારની આસક્તિ અને શરીરની મંમતાને તોડવા પ્રભુએ બાહ્યપરૂપ સુંદર તમાચાર દર્શાવ્યો છે. તેના સહારે હું ઈચ્છાઓ ઉપર અંકુશ મૂકી મન અને ઈન્દ્રિયોને સ્વસ્થ બનાવી શકું છું. તપાચારને આરાધવાનો આવો ઉજળો અવસર પ્રાપ્ત થવા છતાં આહારાદિની આસક્તિના કારણે મેં તેનું યથાયોગ્ય પાલન કર્યું નથી, ક્યારેક કર્યું છે તો માત્ર બાહ્યથી કર્યું છે પણ કર્મનિર્જરાના હેતુથી કર્યું નથી. આજે હવે સંકલ્પ કરું છું કે શક્તિ અનુસાર તપાચારનું આરાધન કરી, તપગુણને વિકસાવી, મારાં કર્મોનો નાશ કરીશ”