________________
વાણંમિ હંસણમ્મિ સૂત્ર
અવતરણિકા :
છઠ્ઠી ગાથામાં છ પ્રકારના બાહ્યતપરૂપ તપાચારનું વર્ણન કર્યું. હવે અત્યંતર તપરૂપ તપાચારનું વર્ણન કરે છે
ગાથા :
पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ ।
झाणं उस्सग्गो वि अ, अब्भितरओ तवो होइ ।।७।।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
प्रायश्चित्तं विनयः, वैयावृत्त्यं तथैव स्वाध्यायः ।
ध्यानं उत्सर्ग अपि च, आभ्यन्तरं तपः भवति ।। ७ ।।
૭૭
ગાથાર્થ :
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ (એ) પણ અત્યંતર તપ છે.
વિશેષાર્થ :
१. पायच्छित्तं
પાપને છેદનારી, પાપને નિર્મૂળ કરનારી ક્રિયા.
50
જે ક્રિયા દ્વારા પ્રાયઃ કરીને ચિત્તનું, મનનું કે આત્માનું શુદ્ધીકરણ થાય, તેવી ક્રિયાને પ્રાયશ્ચિત્ત કહેવાય છે અથવા મન, વચન અને કાયાથી જીવનમાં જે જે પાપો થયાં છે, તે તે પાપોની શુદ્ધિ માટે, પાપવિરોધી ભાવોને પ્રગટાવી શકે તેવી સર્વજ્ઞભગવંતોએ બતાવેલી ક્રિયાને પ્રાયશ્ચિત્ત કહેવાય છે. આ પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું છે.
51
50 - पावं छिंदइ जम्हा पायच्छित्तंति भण्णए तम्हा । पाएण वावि चित्तं विसोहई तेण पच्छित्तं ।। દ. વૈ. હારિભદ્રીય વૃત્તિ-૪૮
51 - પ્રાયશ્ચિત્ત શબ્દની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના-ભા. ૧ ‘તસ્સ ઉત્તરી’ સૂત્ર. प्रायश्चित्त - तत्र प्रायश्चित्तमतिचारविशुद्धिहेतुः यथावस्थितं प्रायो - बाहुल्येन चित्तमस्मिन्नितिकृत्वा, तच्चालोचनादि दशविधं । દ. વૈ. હારિભદ્રીય
વૃત્તિ-૪૮
–
आलोयणपडिक्कमणे मीसविवेगे तहा विउस्सग्गे । तवछेअमूल अणवट्ठया य पारंचिए चेव ।। આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાયોત્સર્ગ, તપ, છેદૈ, મૂલ, અનવસ્થાપ્યું અને પારાંચિત
૧૦