________________
૭૮
સૂત્રસંવેદના-૩
અનાદિકાળથી અંતરમાં પડેલા કુસંસ્કારો જીવને પાપપ્રવૃત્તિ કરાવી દુ:ખી કરે છે. જ્યાં સુધી આ કુસંસ્કારોનું ઉન્મૂલન ન થાય ત્યાં સુધી જીવ પાપવૃત્તિથી પાછો વળી સાચા સુખની શોધ કરી શકતો નથી. આથી વાસ્તવિક સુખની ઈચ્છા રાખતા સાધકે આ જીવનમાં તથા આ પૂર્વેના ભોંમાં કેવાં પાપો કેવા ભાવથી કર્યાં છે, તે શાસ્ત્રવચનના આધારે જાણવું જોઈએ, જાણીને ગીતાર્થ ગુરુભગવંત પાસે સરળ ભાવે તેનો સ્વીકાર કરવો જોઈએ, અને ગુરુભગવંત તેના બદલામાં જે ક્રિયા જે ભાવે ક૨વાનું કહે તે કરવી જોઈએ. આ પ્રાયશ્ચિત્ત તપ છે.
પ્રાયશ્ચિત્ત કરનાર આત્માએ એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત કરવા જતાં ક્યાંય માન, માયાદિ કષાયોને (શલ્યોને) સ્થાન ન મળી જાય; કેમ કે, અભિમાનવશ નાનું અમથું પાપ પણ છુપાવવાનું મન થાય તો સિમ સાધ્વીની જેમ આત્મા નિર્મળ બની શકે નહિ. વળી પ્રાયશ્ચિત્ત લેતાં જો પોતાની જાતને છુપાવવાનું મન થાય તો પણ લક્ષ્મણા સાધ્વીની જેમ સંસારનું પરિભ્રમણ વધી જાય છે. આથી પ્રાયશ્ચિત્ત નામના તપને ક૨વા ઈચ્છતા સાધકે સૌ પ્રથમ જીવનમાં પાપભીરુતા, સરળતા, નિખાલસતા, નમ્રતા આદિ ગુણો કેળવવા જોઈએ, નહિ તો પ્રાયશ્ચિત્ત નામના તપના આચારમાં અનેક અતિચારો લાગવાની સંભાવના રહે.
જિજ્ઞાસા : પ્રાયશ્ચિત્તથી ફાયદો શું થાય ?
તૃપ્તિ : પ્રાયશ્ચિત્ત કરવાથી પૂર્વે કરેલાં પાપો નાશ પામે છે, પાપના સંસ્કારો નબળા પડે છે, તેથી ભવિષ્યમાં પુનઃ તે પાપનું તે ભાવે પુનરાવર્તન થતું નથી. વળી, પાપકર્મના નાશથી આત્મા વિશુદ્ધ બને છે અને તેથી ધર્મમાર્ગમાં તે શીઘ્ર પ્રગતિ સાધી શકે છે.
52 - પાયચ્છિન્નરોનું મંતે ! નીવે િનળયર્ ?
पायच्छित्तकरणेणं जीवे पावकम्मविसोहिं जणयइ, निरइयारे यावि भवइ, सम्मं च पायच्छित्तं पडिवज्जमाणे मग्गं च मग्गफलं च विसोहेइ, आचारं आचारफलं च आराहेइ ।
હે ભગવંત ! પ્રાયશ્ચિત્ત કરવાથી જીવ શું પ્રાપ્ત કરે છે ?
પ્રાયશ્ચિત્ત ક૨વા વડે જીવ પાપકર્મની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે, અને નિરતિચાર વ્રતવાળો થાય છે. સારી રીતે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરતાં મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગના ફળને વિશુદ્ધ કરે છે, અને આચાર તથા આચારના ફળને આરાધે છે.