________________
વાણંમિ હંસણમ્મિ સૂત્ર
૨. વિળયો - ગુણપ્રાપ્તિ માટેનો નમ્રતાભર્યો શાસ્ત્રાનુસારી વ્યવહાર તે
વિનય છે.
અહંકાર આદિ દોષોથી પર થઈ, ભૌતિક આશંસાને બાજુ ઉપર મૂકી, જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ માટે મન-વચન-કાયાનો નમ્રતાભર્યો વ્યવહાર તે ‘વિનય’ નામનો તપ છે.
53
શાસ્ત્રકારોએ વિનયના પાંચ પ્રકારો વર્ણવ્યા છે.
૧. જ્ઞાનવિનય - બહુમાનપૂર્વક વાચના, પૃચ્છના આદિ સ્વાધ્યાય કરી જ્ઞાન મેળવવું, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો પ્રત્યે અંતરંગ બહુમાનભાવ ધારણ કરવો તે જ્ઞાનવિનય કહેવાય.
૭૯
૨. દર્શનવિનય - ભગવાને કહેલાં જીવ-અજીવાદિ તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા ધારણ કરવી અને તત્ત્વમાં શંકા વગેરે ટાળવી તે દર્શનવિનય છે.
૩. ચારિત્રવિનય ચારિત્રની શ્રદ્ધા કરવી, ભગવાને દર્શાવેલ સંયમ પ્રત્યે આદર રાખવો, શક્તિ અનુસાર તેનું પાલન કરવું અને બીજાઓ સમક્ષ તેની સુંદર પ્રરૂપણા કરવી એ ચારિત્રવિનય છે.
૪. તપવિનય ભગવાને કહેલા બારેય પ્રકારના તપમાં આદર અને બહુમાનભાવ રાખવો અને શક્તિ અનુસાર તેને આદરવો તે તપ વિનય છે (કેટલાક ગ્રંથોમાં તપવિનય જુદો નથી બતાવાયો,તેનો સમાવેશ ચારિત્રવિનયમાં જ કરી લીધો છે.)
૫. ઉપચારવિનય - આચાર્ય વગેરેને દેખતાં જ ઊભા થવું, સામે લેવા જવું, હાથ જોડવા વગેરે, અને એમની ગેરહાજરીમાં પણ કાયા, વાણી અને મન તેમને સમર્પિત કરવા, તેમના, ગુણાનુવાદ કરવા, તેમનું સ્મરણ કરવું વગેરે ઉપચાર વિનય કહેવાય છે.
53
દશવૈકાલિકવૃત્તિમાં મન, વચન, અને કાયાથી વિનયના ત્રણ પ્રકારો ઉમેરી વિનયના કુલ સાત ભેો બતાવ્યા છે.
-
तत्र सबहुमानं ज्ञानग्रहणाभ्यासस्मरणादि ज्ञानविनयः सामायिकादिके सकलेऽपि श्रुते भगवत्प्रकाशितपदार्थान्यथात्वासम्भवात्तत्त्वार्थश्रद्धानिः शङ्कितत्वादिना दर्शनविनयः चारित्रस्य सम्यगाराधनमन्येभ्यश्च तत्प्ररूपणादिश्चारित्रविनयः, प्रत्यक्षेष्वाचार्यादिष्व
श्रद्धानं
भ्युत्थानाभिगमनाञ्जलिकरणादिः परोक्षेष्वपि कायवाग्मनोभिरञ्जलिक्रियागुणकीर्त्तनानु
- આચારપ્રદીપ
स्मरणादिश्चोपचारविनयः ।
विनयायत्ताश्च गुणाः सर्वे विनयश्च मार्दवायत्तः यस्मिन् मार्दवमखिलं, स सर्वगुप्पभाक्त्वमाप्नोति ।
- પ્રશમરતિ-૧૬૯