________________
સૂત્રસંવેદના-૩
૧. કાયિકવિનય – ૧. ગુરુ આવે ત્યારે ઊભા થવું ૨. હાથ જોડવા, ૩. આસન આપવું, ૪. ગુરુની આજ્ઞામાં રહેવાની ઇચ્છા કરવી, ૫. વંદન કરવું, ક. સેવા કરવી, ૭. ગુરુ આવે ત્યારે સન્મુખ જવું અને ૮. જાય ત્યારે વળાવવા જવું. આ આઠ પ્રકારનો કાયિકવિનય છે.
૨. વાચિકવિનય - ૧. હિતકારી બોલવું, ૨. થોડું બોલવું, ૭. અકઠોર બોલવું અને ૪. આગળ પાછળનો (પરિણામ વગેરેનો) વિચાર કરીને બોલવું એ ચાર પ્રકારનો વાચિકવિનય છે.
૩. માનસિક વિનય - ૧. અકુશળ ચિત્તનો વિરોધ કરવો અને ૨. કુશળ ચિત્તની ઉદીરણા કરવી એ બે પ્રકારનો માનસિકવિનય છે.
આ સિવાય તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વિર, ઉપાધ્યાય અને ગચ્છાધિપતિ આ ૧૩ સ્થાનકોનો આશાતના ટાળવી, ભક્તિ કરવી, બહુમાન કરવું અને તેમના ગુણોનું કીર્તન-સ્તુતિ કરવી એ દરેકનો વિનય કરતા ૪ પ્રકારે ગુણતાં કુલ પર પ્રકારનો વિનય પણ થાય છે.
આ વિનય ધર્મનું મૂળ છે. સઘળા કલ્યાણનું કારણ વિનય છે. વિનયથી* આઠે પ્રકારનાં કર્મોનો નાશ કરી શકાય છે; કેમ કે અંતરમાં પ્રગટેલો નમ્રતારૂપ વિનયનો પરિણામ જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરાવી જીવને છેક મોક્ષ સુધી પહોંચાડી શકે છે.
માનમુક્ત બની જીવ જ્યારે વિનયપૂર્વક વ્યવહાર કરે છે ત્યારે જ તેને વિદ્યા મળે છે. વિદ્યા(સમ્યગુ જ્ઞાન)થી જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે અને સમ્યગ્દર્શનથી સમ્યફચારિત્ર પ્રાપ્ત થાય છે. આ ચારિત્ર દ્વારા જીવ મોક્ષ સુધી પહોંચી શકે છે. જો વિનય ન હોય તો આમાંનું કાંઈ પણ મળી શકતું નથી. માટે મોક્ષને ઝંખતા માનવીએ માનને ત્યજી, “વિનય' નામના તપને સ્વીકારવો અત્યંત આવશ્યક છે. જિજ્ઞાસા : જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને તપાચાર - આ ચાર આચારોમાં અને જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને તપવિનયમાં શું ફરક છે ?
54 . વિનીયતેનાઈપ્રારં મૈંતિ વિનયઃ | 55 . રે જીવ માન ન કીજિયે, માને વિનય ન આવે રે,
વિનય વિના વિદ્યા નહિ, તો કિમ સમકિત પામે રે. સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે.
- માનની સઝાય