________________
સાણંમિ દંસણમિ સૂત્ર
તૃપ્તિઃ જ્ઞાનાદિ ગુણોની સમ્યગું પ્રાપ્તિ કે વૃદ્ધિ માટે કરાતું આચરણ તે જ્ઞાનાદિ આચાર છે; અને જ્ઞાનાદિ ગુણો પ્રત્યે અંતરંગ બહુમાનનો ભાવ, અને તે પૂર્વકનો થતો વિનયપૂર્ણ બાહ્ય વ્યવહાર, તે જ્ઞાનાદિ વિનય છે. બન્નેમાં બાહ્ય આચારો સરખા દેખાય છે, છતાં પંચાચારમાં આચારની - ક્રિયાની મુખ્યતા છે, અને વિનયમાં આંતરિક બહુમાનની – નમ્રતાના ભાવની મુખ્યતા છે.
રૂ. વેવિ - વૈયાવૃત્ય એટલે સેવા, ભક્તિ. ગુણવાન આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, વિર, શૈક્ષ (નવા સાધુ), ગ્લાન, સાધર્મિક, કુલ, ગણ અને સંઘ - આ દશને વિધિપૂર્વક, નિર્દોષ અને કલ્ય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસતિ, ઔષધ આદિ આપવા દ્વારા ભક્તિ કરવી, કે પોતાની કાયા દ્વારા તેમની સેવા કરવી, અથવા તેમના રોગ-ઉપસર્ગાદિને દૂર કરવા કે તેમને શારીરિક-માનસિક અનુકૂળતા રહે તે માટે જે કાંઈ કરવા યોગ્ય હોય તે કરવું એ “વૈયાવચ્ચ' નામનો તપ છે.
ઉપવાસાદિ તપ કરી જીવ આહારની આસક્તિ છોડી જેમ આત્મભાવને અભિમુખ થઈ શકે છે, તેમ ક્રમાદિ ગુણના સાગર આચાર્યાદિની બહુમાનપૂર્વક સેવા અને ભક્તિ કરી, મુમુક્ષુ જીવો ક્રોધાદિ કષાયોને શાંત કરી ક્ષમાદિ ગુણોને અભિમુખ થઈ શકે છે, અને તે દ્વારા કર્મનિર્જરા સાધી શકે છે.
શાસ્ત્રમાં વૈયાવચ્ચને અપ્રતિપાતિ ગુણ કહ્યો છે. આ તપ માટે તો ભગવાને કહ્યું છે કે “નો ત્રિાનં પડિયર સી માં પડિયર !' “જે ગ્લાનની (માંદી વ્યક્તિની) સેવા કરે છે તે મારી સેવા કરે છે.' વૈયાવચ્ચ તપ સુંદર છે, પરંતુ આ તપની આરાધના કરવી સહેલી નથી. જેઓ સામી વ્યક્તિની સાનુકૂળતાને સમજી શકે છે, પોતાનાં મનવચન-કાયાને કોમળ રાખી શકે છે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ઉત્સર્ગ-અપવાદને જાણે છે, તેઓ જ આ તપની સાધના કરી શકે છે. આથી જેણે પણ ગુણવાનની ભક્તિ કરવી હોય તેણે માનાદિ કષાયને બાજુ ઉપર મૂકી પોતાનાં મન-વચનકાયાને નમ્ર બનાવી સમજ અને સામી વ્યક્તિની સાનુકૂળતા મુજબ સેવા કરવી જોઈએ. વળી એ ખાસ ખ્યાલમાં રાખવું કે ગુણવાનની ભક્તિ કર્મનિર્જરા કે ગુણપ્રાપ્તિ માટે કરવાની છે. આથી કીર્તિ આદિની કામનાથી કે સામી વ્યક્તિને 56 - વૈયાવચ્ચની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર સં. ભા. ૨, વેયાવચ્ચગરાણં સૂત્ર. પૃ. ૨૯૫
वैयावृत्यं - व्याधिपरीषहोपसर्गादौ यथाशक्ति तत्प्रतीकारोऽन्नपानवस्रपात्रप्रदानविश्रामणादिभिस्तदानुकूल्यानुष्ठानं च । तच्च दशधा ।
- આચારપ્રદીપ