________________
વાણંમિ દંસણમિ સૂત્ર
કરનાર સાધક વિચારે કે, “જેટલાં દ્રવ્યો વધુ લેવાશે તેટલામાં ગમા-અણગમાના પરિણામરૂપ રતિ-અરતિ તથા રાગ-દ્વેષની સંભાવના છે. આથી શક્ય તેટલાં ઓછાં દ્રવ્યોથી આહાર કરું, જેથી રાગાદિથી થતી અનર્ગળ ઈચ્છાઓ ઉપર અંકુશ આવી શકે.” આ રીતે વિચારી જીવ પોતાની ખાવા-પીવાની વસ્તુઓનો સંક્ષેપ કરે તે વૃત્તિસંક્ષેપ તપ છે.
વળી, સર્વવિરતિધર આત્માઓ ઉપકરણ અને આહાર-પાણીના વિષયમાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રયીને જે નિયમ કરે છે કે અમુક દ્રવ્ય અમુક ક્ષેત્રમાંથી અમુક કાળમાં અને તે પણ અમુક પ્રકારના ભાવવાળો દાતા આપશે તો જ ગ્રહણ કરીશ, તે સિવાય ગ્રહણ નહિ કરું, તે પણ વૃત્તિસંક્ષેપ તપ છે. જેમ ભગવાન મહાવીરસ્વામીએ અભિગ્રહ કરેલ કે - મુંડિત મસ્તકવાળી, ઉંબરામાં ઊભેલી, હાથ-પગમાં બેડીવાળી, આંખમાં અશ્રુજલવાળી, ત્રણ દિવસની ઉપવાસી, દાસીપણાને પામેલી કોઈ રાજકન્યા, સૂપડાના ખૂણામાં રહેલા આહારને ભિક્ષાનો સમય વીતી ગયા પછી આપે તો જ હું ગ્રહણ કરીશ. આ અભિગ્રહ વૃત્તિસંક્ષેપ નામના તપનો જ એક પ્રકાર છે. મુનિ ભગવંતોને દ્રવ્યાદિને આશ્રયીને નિત નવા અભિગ્રહ કરવાનું વિધાન છે. જીત સૂત્ર નામના આગમમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જો મુનિઓ નિતનવા અભિગ્રહ ધારણ ન કરે તો તેઓને પ્રાયશ્ચિત્ત^ આવે.
૪. રસાળો - રસત્યાગ – વિગઈનો ત્યાગ. રસવાળા આહારનો ત્યાગ કરવો તે “રસત્યાગ' નામનો તપ છે. તેમાં જેનાથી રસના એટલે જીભને સંતુષ્ટિ થાય, તેની આસક્તિ પોષાય તેવા આહારને રસવાળો આહાર કહેવાય છે. શાસ્ત્રકારોએ રસ તરીકે મુખ્યપણે દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડાવિગઈ (પકવાન્ન); એ છ વિગઈઓનો ઉલ્લેખ કર્યો છે. આ વિગઈઓનો સંપૂર્ણ ત્યાગ કરવો અથવા એક-બે-ત્રણ આદિનો ત્યાગ કરવો તે રસત્યાગનામનો તપ છે. આ ઉપરાંત મદિરા, માંસ, મધ અને માખણ આ ચાર 44. પ્રક્રિય વિય નવ નવરં વિન્તર્યાતિ મુવિસદા |
जीअंमि जओ भणियं, पच्छित्तमभिग्गहाभावे ।।१।। 45. રસા: ક્ષીરદિયસ્તત્વરિત્યાસ્ત: |
रसानां - क्षीरदध्यादीनां विकारहेतुतया विकृतिशब्दवाच्यानां मद्यमांसमधुनवनीतानां दुग्ध-दधिधृततैल-गुडावगाह्यादीनां च यथाशाक्ति सर्वेषां कियतां वा सर्वदा वर्षषण्मासीचतुर्मास्याद्यवधि वा વર્ણનમ્
- આચાર પ્રદીપ