________________
૧૪૫
અઢાર પાપસ્થાનક સૂત્ર
પ્રત્યે તીવ્ર અણગમો, અરુચિ પ્રગટાવવાની છે અને થઈ ગયેલા માનની નિંદા, ગહ અને પ્રતિક્રમણ કરી, આ માનના સંસ્કારોને સમૂળ નાશ કરવા પ્રયત્ન કરવાનો છે.
આઠમે માયા : પાપનું આઠમું સ્થાન ‘માયા' છે.
આ માયા પણ કષાયમોહનીય કર્મના ઉદયથી થનારો આત્માનો વિકારભાવ છે. કપટ કરવું, છળ કરવું, પ્રપંચ કરવો, ઠગવું, વિશ્વાસઘાત ક૨વો આદિ માયાના જ પ્રકારો છે. કપટ કરવું એટલે અંદર ભાવ જુદો અને બહાર બતાવવાનું જુદું. જેમ બગલાના મનમાં જળચર જીવોને મારવાની હિંસક વૃત્તિ રહેલી હોય છે, પણ તે બાહ્યરૂપે એક પગે સ્થિર ઊભો રહી ભગવાનનું ધ્યાન ધરતો હોય તેવો દેખાવ કરે છે. આ જળચર જીવોને છેતરવાની જ એક પ્રકૃતિ અને પ્રવૃત્તિ છે. તે જ રીતે પોતે સારો, સુખી, જ્ઞાની, સદાચારી, ધનવાન, રૂપવાન, યુવાન ન હોવા છતાં ‘હું સારો, સુખી, જ્ઞાની, સદાચારી, ધનવાન, રૂપવાન અને યુવાન' છું, તેવો દેખાવ કરવો તે માયા છે. ટૂંકમાં પોતાનું જેવું સ્વરૂપ હોય તેને ન દેખાડવું અને જેવું સ્વરૂપ ન હોય તેવું દેખાડવું, તે માયા છે. માયા કષાય બીજા ત્રણે કષાયોને પોષણ પુરું પાડે છે, કેમ કે પોતાનામાં ત્રણ ત્રણ કષાયો હોવા છતાં પોતાને કે પરને ખ્યાલ પણ ન આવે કે આ વ્યક્તિમાં આટલા કષાયો છે, તેવું આવરણ ઊભું કરવાની તાકાત આ માયામાં છે.
સ્વાર્થવૃત્તિથી આ માયારૂપ પાપ કરીને વેપારી ગ્રાહકને, શિકારી પશુને, માછીમાર જળચર જીવોને, રાજા પ્રજાને, કુગુરુઓ શ્રદ્ધાળુ ભક્તને, પત્ની પતિને, પુત્ર પિતાને, પુત્રી માતાને, આમ અનેક રૂપે જીવો એકબીજાને છેતરીને દુઃખી કરે છે અને સ્વયં પણ દુઃખી થાય છે.
મહાસુખ આપનાર ધર્મક્રિયા પણ માયામિશ્રિત હોય તો તે પણ આનંદ આપી શકતી નથી. મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ ‘અધ્યાત્મસાર’ નામના ગ્રંથમાં આ માયાને ઓળખાવવા અને તેના મહાદોષથી જીવોને બચાવવા ‘દંભત્યાગ’ નામનો એક સંપૂર્ણ અધિકાર બનાવ્યો છે. તેના પ્રથમ શ્લોકમાં જ તેમણે જણાવ્યું છે કે મુક્તિરૂપી લતા માટે માયા” અગ્નિ સમાન છે, શુભ
11 - ર્ખ્ખો મુદ્ધિતાનિ - ટ્ો રાહુ: ક્રિયાવિધો । दौर्भाग्यकारणं दम्भो, दम्भोऽध्यात्मसुखार्गला ।।१।।
અધ્યાત્મસાર-૩-૧