________________
અઢાર પાપસ્થાનક સૂત્ર
૧૩૫
પાપને પાપ તરીકે માનતા જ નથી; માત્ર લોકોત્તર એવા જૈન શાસનની સૂક્ષ્મ સમજ જેને પ્રાપ્ત થઈ હોય તેવા જીવો જ આ પાપને પાપ તરીકે પરખે છે, અને તેના નાશ માટે યત્ન પણ કરે છે.
આ સૂત્રના આધારે અઢારે પાપોને ઓળખીને તેનો ત્યાગ કરવા તત્પર થવું તે આ સૂત્રનો પરમ સંદેશ છે. જે શ્રાવકો પ્રતિક્રમણની પૂર્ણ ક્રિયા કરવા સમર્થ નથી, તેવા શ્રાવકોએ પણ આ સૂત્રના એક એક પદનું ઉચ્ચારણ કરી, દિવસ કે રાત્રિ દરમ્યાન આચરેલાં પાપોનું સ્મરણ કરી, તેની આલોચના, નિંદા કરવાનું ચૂકવું ન જોઈએ.
મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ આ અઢાર પાપસ્થાનકોને સરળ રીતે સમજાવવા માટે ગુજરાતી ભાષામાં, અતિ સરળ ગેય રાગોમાં અઢાર પાપસ્થાનકોની સુંદર સજ્જાયો બનાવી છે. જિજ્ઞાસુ વર્ગે અર્થ સમજીને તેને કંઠસ્થ કરવી અતિ આવશ્યક છે. તેની કડીઓ પળે પળે પાપસ્થાનકનું સેવન કરતાં સાધકને સાવધ રાખીને બચાવી શકે છે.
અહીં જે અઢાર પાપસ્થાનક બતાવ્યાં છે, તેનો ઉલ્લેખ “ઠાણાંગ સૂત્ર”, “પ્રશ્ન વ્યાકરણ” વગેરે આગમોમાં, “પ્રર્વચન સારોદ્ધાર” અને “સંથારા પોરિસી” આદિ અનેક ગ્રંથોમાં કરેલો જોવા મળે છે. આ સૂત્રનો ઉપયોગ શ્રાવકો દેવસિસ, રાઈએ, પખિ આદિ પાંચેય પ્રતિક્રમણમાં કરે છે.
સાધુ-સાધ્વીજી ભગવંતોએ પ્રતિક્રમણમાં આ સૂત્ર બોલવાનું હોતું નથી, તોપણ તેઓ “સંથારા પોરિસી' ભણાવે છે ત્યારે સંક્ષેપમાં આ અઢારેય પાપોની આલોચના તો કરે જ છે.
મૂળ સૂત્ર: "
પહેલે પ્રાણાતિપાત,
બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન,
ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, - છટ્ટે ક્રોધ,