________________
૧૩૬
અવતરણિકા :
સૂત્રસંવેદના-૩
સાતમે માન,
આઠમે માયા,
નવમે લોભ,
દશમે રાગ,
અગિયારમે દ્વેષ,
બારમે કલહ,
તેરમે અભ્યાખ્યાન,
ચૌદમે વૈશુન્ય,
પંદરમે રતિ-અરતિ,
એ અઢાર પાપસ્થાનકમાંહિ માહરે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય; તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
વિશેષાર્થ :
1
સોળમે પરપરિવાદ,
સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય;
पापानां स्थानकमिति पापस्थानकम् ।
જે પાપોનું સ્થાન છે, જેના સેવનથી પાપકર્મનો બંધ થાય છે, જે આચરણ ક૨વાથી જીવો આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે, તે આચરણને પાપસ્થાનક કહેવાય છે. આવાં પાપસ્થાનકો અઢાર છે. અહીં તેનો ક્રમશઃ ઉલ્લેખ ક૨વામાં આવ્યો છે.
પાપ શબ્દની વ્યાખ્યા ‘સૂત્ર સંવેદના’ ભાગ-૧, સૂત્રમાંથી જુઓ