________________
૧૫૨
સૂત્રસંવેદના-૩
ભૂલે કલંકિત થવું પડે છે. જેમ મહાસતી અંજનાએ પૂર્વભવમાં શોક્ય રાણી લક્ષ્મીવતીનો ઉત્કર્ષ સહન ન થવાને કારણે તેને પછાડવા અનેક પ્રયત્નો કર્યા. છેલ્લે પરમાત્માની મૂર્તિ સંતાડી. તેના કારણે એને એવો કર્મબંધ થયો કે બાવીસ વર્ષ સુધી ગુણવાન એવા પણ પતિનો વિયોગ અને અપ્રીતિ સહન કરવાં પડ્યાં. આવા પાપથી બચવા મનને પ્રમોદભાવથી ભરી દેવું જોઈએ. કોઈના ગુણ જોઈ તેના પ્રત્યે અત્યંત પ્રીતિનો ભાવ પ્રગટાવવો જોઈએ, તો જ આ પાપથી બચી શકાય છે.
આ પદ બોલતાં દિવસ દરમ્યાન કે પોતાના જીવનકાળ દરમ્યાન ક્યારેય આવું પાપ થયું હોય તો તેનું સ્મરણ કરી, તેના પ્રત્યે અત્યંત જુગુપ્સાભાવ પ્રગટાવી, “મારાથી આવું ભયંકર પાપ થઈ ગયું છે ! ખરેખર હું પાપી છું, અધમ છું, અત્યંત દુષ્ટ છું, જેથી આવી ગુણવાન વ્યક્તિ માટે પણ મને ઈર્ષ્યા થાય છે.” આવી આત્મનિંદા દ્વારા પોતાના આત્મામાં પડેલા આ પાપના સંસ્કારોને નિર્મૂળ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
ચૌદમે વૈશુન્ય : પાપનું ચૌદમું સ્થાન છે ‘પેશુન્ય.’
કોઈના સાચા-ખોટા અનેક દોષોને પીઠ પાછળ ખુલ્લા પાડવા તે ‘પૈશુન્ય’ કહેવાય છે. આગળ-પાછળનો વિચાર કર્યા વિના, કોઈની કાંઈક નબળી વાત જાણી, તેને બીજી, ત્રીજી વ્યક્તિ સુધી પહોંચાડવી, અહીંનું ત્યાં અને ત્યાંનું અહીં કહેવું, જેને વ્યવહારમાં ચાડી-ચુગલી કહેવાય છે, તે આ પૈશુન્ય નામનું પાપ છે.
આવી કુટેવના કારણે ઘણાના જીવનમાં આગ ચંપાઈ જાય છે, ઘણાનાં દિલ દુભાય છે, ભાઈ-ભાઈ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, વેર-ઝેરની લાગણી ઊભી થાય છે, સંઘોમાં તિરાડ પડે છે. આવી આદતથી બોલનારના હાથમાં કાંઈ નથી આવતું, પરંતુ સામી વ્યક્તિનું તો ચોક્કસ પ્રકારે અહિત થાય છે અને બોલનારનું પણ અહિત થાય છે.
મહાપુણ્યના ઉદયથી મળેલી જીભનો ઉપયોગ આવાં હીન કાર્યોમાં કરવાથી ભવાંત૨માં જીભ મળતી નથી. વળી, આવી આદતથી ઘણાં કર્મોનો બંધ થાય છે
16 - પેશુન્યું - વિષ્ણુનનર્મ પ્રચ્છન્ન સવસદ્દોષવિમાવનમ્ । કોઈના છતા કે અછતા દોષને પીઠ પાછળ પ્રગટ કરવા તે પૈશુન્ય છે.