________________
10
ઢાળવાનું કામ મારા માટે ઘણું કપરું હતું તો પણ જિજ્ઞાસુ સાધ્વીજી ભગવંતોની સહાયથી અને ભાવુક બેનોની સતત માંગથી મેં યથાશક્તિ લખાણ કરવા યત્ન ર્યો છે.
પૂર્વે હું જણાવી ચૂકી છું કે આ પુસ્તકમાં જણાવેલા ભાવો પૂર્ણ નથી. ગણધર રચિત સૂત્રના અનંતા ભાવોને સમજવાની પણ મારી શક્તિ નથી તો લખવાની તો શું વાત કરું. તો પણ શાસ્ત્રના સહારે હું જેટલો ભાવોને જાણી શકી છું, તેમાંના કેટલાક ભાવોને સરળ ભાષામાં આ પુસ્તકમાં સુબદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. જ્ઞાનની અપૂર્ણતા અને અભિવ્યક્તિની અનિપુણતાને કારણે મારું આ લખાણ સાવ ક્ષતિ મુક્ત કે સર્વને સ્પર્શે તેવું જ હશે, તેવો તો હું દાવો કરી શકું તેમ નથી. તો પણ એટલું તો જરૂર કહીશ કે આમાં આલેખાયેલા ભાવોને હૃદયસ્થ કરી જેઓ પ્રતિક્રમણની ક્રિયા કરશે તેનું પ્રતિક્રમણ પૂર્વ કરતાં સારું તો થશે જ. ' ' ,
ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કે સૂત્રકારના આશય વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે માટે હું “મિચ્છા મિ દુક્કડ' માંગુ છું. સાથે જ અનુભવી બહુશ્રુતોને પ્રાર્થના કરું છું કે તેમની દૃષ્ટિમાં જે કોઈ ક્ષતિ દેખાય તે વિના સંકોચે મને જણાવે.
પ્રાંતે મારી એક અંતરની ભાવના વ્યક્ત કરું કે આપણે સૌ આ પુસ્તકના માધ્યમે માત્ર પ્રતિક્રમણના અર્થની વિચારણા કરવામાં પર્યાપ્તિનો અનુભવ ન કરીએ, પણ તેના દ્વારા અનાદિકાળથી ઘર કરી ગયેલી પાપવૃત્તિનો કુસંસ્કારોનો નાશ કરી શીવ્ર આત્મ કલ્યાણ સાધીએ. વિ.સં. ૨૦૧૩ આસો સુ. ૧૦
પરમ વિદૂષી શતાધિક શિષ્યાઓના તારીખ ૨૧-૧૦-૨૦૦૭ યોગક્ષેમકારક પપૂ. ચન્દાનનાશ્રીજી મ.સાના શિષ્યા સુધા-કળશ' અઠવા લાઈન્સ
સા. પ્રશમિતાશ્રીજી સુરત.