________________
અઢાર પાપસ્થાનક સૂત્ર
૧૪૯
૧૪૯
“રાગ ન કરજો કોઈનર કિણછ્યું રે, નવિ રહેવાય તો કરજ્યો મુનિર્યું રે...” - પાપસ્થાનક સક્ઝાય... (૯) રાગ કર્યા વગર ન જ રહેવાય તો મુનિનો રાગ કરવો, જે રાગ કર્મમુક્તિનું, ગુણપ્રાપ્તિનું કારણ બને પણ કર્મબંધનું કે દોષવૃદ્ધિનું કારણ ન બને. આમ અમુક કક્ષા સુધી આવો પ્રશસ્ત રાગ આવકાર્ય (ઉપાદેય) છે, છતાં મોક્ષની પ્રાપ્તિમાં તો આ રાગ પણ વિજ્ઞાઁ જ બને છે. જેમ ગૌતમસ્વામીનો ભગવાન મહાવીરદેવ પ્રત્યેનો રાગ તેમના કેવળજ્ઞાનમાં બાધક બન્યો હતો. આથી સાધનાની વિશિષ્ટ કક્ષાએ પહોંચ્યા પછી પ્રશસ્ત રાગને પણ છોડી દેવો જોઈએ.
પરંપરાએ રાગને તોડાવે તેવો રાગ તે પ્રશસ્ત રાગ છે અને રાગને વધારે તેવો રાગ તે અપ્રશસ્ત રાગ છે.
ટૂંકમાં જ્યાં સુધી અપ્રશસ્ત રાગ છે, ત્યાં સુધી તેને તોડવા પ્રશસ્ત રાગનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે અપ્રશસ્ત રાગ છૂટી જાય છે ત્યારે પ્રશસ્ત રાગને પણ છોડી જ દેવાનો છે. દોષથી ભરેલી કે ગુણથી ભરેલી સ્ત્રી પ્રત્યે મોહાદિકથી થતો રાગ કે સામગ્રી આદિનો રાગુ તે અપ્રશસ્ત રાગ છે; કેમ કે, તેનાથી દોષની વૃદ્ધિ થાય છે. આથી સ્ત્રી આદિ રાગી પાત્રો કે ઇન્દ્રિયોને અનુકૂળ વિષયોથી ખૂબ સાવધ રહેવા જેવું છે, તો જ રાગ નામના દશમા પાપસ્થાનકથી બચી શકાય છે.
આ પદ બોલતાં રાગના તીવ્ર સંસ્કારોને કારણે દિવસ દરમ્યાન ક્યાં કેવા પરિણામોમાં આ જીવ રંગાયેલો રહે છે, તેનો વિચાર કરી, “પ્રભુ ! આ રાગમાંથી હું ક્યારે છૂટીશ અને વીતરાગભાવને ક્યારે પામીશ ?' આવી સંવેદનાપૂર્વક રાગકૃત ભાવોની નિંદા, ગહ, પ્રતિક્રમણ કરવાનું છે.
અગિયારમે દ્વેષ : પાપનું અગિયારમું સ્થાન “ઢષ' છે.
અણગમતી વસ્તુ-વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે અણગમો, અરુચિ, અભાવ, દુર્ભાવ કે તિરસ્કારનો ભાવ તે દ્વેષ છે. આ ટ્રેષનો ભાવ રાગમાંથી જન્મે છે. જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે રાગ હોય છે, તેમાં વિઘ્ન કરનાર, અટકાયત ઊભી કરનાર વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય છે, આવી વસ્તુ કે વ્યક્તિ સામે આવે તો તેના પ્રત્યે અણગમો થાય છે, તેની સામે જોવાનું મન થતું નથી, તેનાથી દૂર ભાગવાની ભાવના થાય છે, તેની સાથે કદાચ કાર્ય કરવું પડે તો અકળામણ થાય છે, આનાથી ક્યારે છૂટું તેવો ભાવ રહે છે. આ સર્વ મલિન ભાવો દ્વેષરૂપ પાપના કારણે થાય છે.